સાળંગપુર ભીંતચિત્ર વિવાદનો મધપૂડો વધુ મોટો થયો ! સાળંગપુર,કુંડળધામ બાદ સુરેન્દ્રનગરના આ ધામમાં પણ મૂર્તિનો વિવાદ છેડાયો…
વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો સાળંગપુર વિવાદ મામલો તો તમને ખબર જ હશે કારણ કે હાલના સમયની અંદર આપણા ન્યુઝ ચેનલો તેમ જ સોશિયલ મીડિયાના માધ્યમો પર અનેક એવી આ વિવાદને લઈને પ્રતિક્રિયા આવી રહી છે. ભગવાન હનુમાનજીની પ્રતિમાની નીચે ભીંતચિત્રો મામલે થયેલ આ વિવાદ ધીરે ધીરા આગ પકડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ મામલાને લઈને અનેક એવા મોટા મોટા સંતો તથા મહંતો તેમજ કલાકારો પણ મેદાને આવ્યા છે.
પેહલા સાળંગપુર મંદિરની હનુમાનજીની મૂર્તિની નીચે લગાવામાં આવેલ ભીત્રચિત્રોની તસ્વીર સામે આવી હતી જે વાયરલ થતા મામલો વધુ ગંભીર બન્યો હતો એટલું જ નહીં સંતોએ આ ભીતચિત્રો નહીં હટાવામાં આવે તો તે અંગેની આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી, મહત્વની વાત તો એ છે કે આ મામલો વધો ગગડતા અનેક સાધુ સંતો સાળંગપુર મંદિર ખાતે વિરોધ કરવા માટે પોહચ્યાં હતા જ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને મામલાને થાળે પાડવામાં આવ્યો હતો.
સાળંગપુર બાદ બોટાદના કુંડળધામની અંદરથી પણ આવો જ વિવાદ સામે આવ્યો હતો જેમાં ભગવાન હનુમાનજી નીલકંઠવર્ણીને ફળાહાર કરાવતા જોવા મળ્યા હતા, એવામાં આ મામલાને લઈને સ્વામનિરાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું કે હનુમાનજી સ્વામીનરાયણ ભગવાનની સેવા કરતા હતા, આ નિવેદનને લઈને મામલો વધુ ગરમાયો હતો. એવામાં વાત કરીએ તો સાળંગપુર તથા કુંડળધામમાં જે રીતે હનુમાનજીને પ્રદર્શિત કરવામાં આવ્યા તેવી જ રીતે લોયાધામની અંદર પણ હનુમાનજી પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આપણા રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની અંદર આવેલ લોયાધામ આવેલ છે જ્યા શ્રી ભગવાન સ્વામિનારાયણનું અદભુત મંદિર છે, આ મંદિરની અંદર સાળંગપુર જેવો જ વિવાદ સામે આવ્યો હતો, આ મંદિર તો હાલ નિર્માણ પામી રહ્યું છે ત્યાં આ મંદિરની અંદર હનુમાનજીને નીલકંઠવર્ણીના ચરણોમાં બેસેલા બતાવામાં આવતા હાલ આ વિવાદ વધુ વકર્યો હોય તેવું લાગી રહ્યું છે, આ ધામની અનેક તસવીરો હાલ વાયરલ થઇ રહી છે જેમાં હનુમાનજી નીલકંઠવર્ણીની સેવા કરતા નજરે પડી રહ્યા છે.