સુરેન્દ્રનગર મંદીર પાસે ખાડમા નાહવા પડતા 14 વર્ષ ના માસુમ નુ કરુણ મોત થયુ.
સામાન્ય રીતે બાળકો માતા પિતા ને જણાવ્યા વગર કેનાલ અને નદી મા નાહવા માટે જતા હોય છે. અને અનેક વાર એવી ઘટનાઓ સામે આવી છે જેમાં બાળકો ના ડુબી જવાથી મોત થયા હોય ત્યારે ફરીવાર એક આવી ઘટના સામે આવી છે જેમાં એક 14 વર્ષ ના માસુમ બાળકે જીવ ગુમાવ્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર ના વેલનાથ સોસાયટી મા રહેતા બે બાળકો મેલડી માતા ના મંદીર પાસે ખાડ મા નાહવા પડ્યા હતા. અને ઉંડા પાણી મા ગરકાવ થયા હતા ત્યારે એક બાળક કે બહાર નીકળી ગયો હતો જયારે એક બાળક કે જેનુ નામ વિષેશ મહેશભાઈ ચાવડા હતુ જે ડુબી ગયો હતો અને તેનુ કરુણ મોત થયુ હતુ.
આ બાબત ની જાણ સુરેન્દ્રનગર ના પાલિકા ઓફીસર ને થતા તવો ફાયર બ્રીગેડ ની ટીમ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને તરવૈયા ની ટીમ સાથે શોધખોળ કરતા વિશેષ ઉંડા પાણી મા મૃત હાલત મા કીચડ મા ફસાયેલો મળ્યો હતો. અને બાળક ના પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.
સામાન્ય રીતે નાના બાળકો ઘરે જણાવ્યા અનુસાર નદી કેનાલ મા નાહવા પડતા હોય છે અને ઘણી વખત સેલફી લેવાના ચક્કર મા પણ આવી ઘટના બનતી હોય છે ત્યારે બાળકો ના માતાપિતાને પમ સાવધ રહેવાની જરુર છે.