Gujarat

સુરેન્દ્રનગરમાં પ્રેમી પંખીડાનો જન્મો જન્મનો સાથ રહી ગયો ! નર્મદા કેનાલમાં સજોડે ઝંપલાવી દુનિયાને અલવિદા કહી દીધું કારણ…

પ્રેમ એક એવી વસ્તુ છે કે જે ક્યારેક સફળ રહે તો તમારૂ જીવન સુધારી દેતું હોય છે જયારે પણ પ્રેમ નિષ્ફ્ળ રહે તો જીવન બગાડી પણ શકે છે, જરૂરી નથી કે પ્રેમમાં પડેલ યુવક યુવતી પ્રેમ કરતા જ રહે છે પરંતુ આવા પ્રેમી પંખીડાઓને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો રહેતો હોય છે. પ્રેમલગ્ન કરવા માટે પરિવારજનોને માનવામાં ખુબ અઘરું પડી જાય છે એવામાં જયારે અમુક વખત પરિવારજનો સંમતિ આપી પણ દેતા હોય છે તો અમુક વખત ન આપતા પ્રેમી યુગલ ગંભીર પગલાં ઉઠાવી લે છે.

એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ખુબ જ દુઃખદ કહી શકાય તેવી આ ઘટના આવી છે જેમાં પ્રેમિકા તથા પ્રેમીએ એક કેનાલની અંદર કૂદીને પોતાનું જીવનનો અંત આણ્યો હતો. પ્રેમી યુગલના આપઘાતની ખબર આખા ગામમાં ખબર પડતા સૌ કોઈ ધ્રુજી ઉઠ્યું હતું, તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના સુરેન્દ્રનગરના વઢવાણ ગામની અંદર બની હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના અંગે પોલીસે તપાસ કરતા યુગલના નામ જાણવા મળ્યા હતા, હર્ષદ મનોજ સીતાપરા(ઉ.વ.20) જયારે યુવતીનું નામ લક્ષ્મી પ્રહલાદ નંદેસરીયા(ઉ.વ.20) હતું બને એકબીજાના આડોશપાડોશમાં રહેતા હોવાને લીધે તેઓની આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો, પરંતુ આ પ્રેમ સબંધને પરિવારજનોએ સ્વીકાર ન કરતા યુવક-યુવતી ઘરેથી ભાગી ગયા હતા.

જે બાદ પરિવારજનો યુવક-યુવતીની શોધ તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈપણ અતોપતો ન લાગતા ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી જયારે ઘરેથી ભાગી ગયેલ આ પ્રેમી યુગલ નર્મદા કેનાલમાં ઝંપલાવીને મૌતને વ્હાલું કરી લીધું હતું, હાલ તો પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધા છે અને તેમના મૌતનું કારણ શું છે તે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!