એક સમયે ટેનિસ ના બોલ થી ક્રિકેટ રમતો સુર્યા યાદવ આવી રીતે બન્યો ભારતીય ટીમ નો સ્ટાર બેટ્સમેન ! સગા વ્હાલા ટોણાં મારતા પરંતુ મહેનત કરી આટલી સફળતા મેળવી
આજના સમયમાં સૂર્ય કુમાર યાદવને એબી ડિવિલિયર્સ બાદ હવે વિશ્વ ક્રિકેટનો નવો મિસ્ટર 360 ડીગ્રી તરીકે ઓળખવામાં આવે છે.સૂર્યનું નામ આજે ભલે આકાશમાં ચમકતું હોય, પણ તેના પગ એકદમ જમીન પર છે. તે પારિવારિક મૂલ્યોમાં ઘણો વિશ્વાસ કરે છે..સૂર્યને બાળપણથી જ તેની માતા પ્રત્યે સૌથી વધુ લગાવ હતો. આજે પણ મેચ માટે મેદાનમાં જતાં પહેલાં ટીમ સાથે બસમાં હાજર હાય છે અને ત્યાંથી જ માતાને ફોન કરે છે, તેમના આશીર્વાદ લે છે.
સૂર્યાનાં માતા સપના યાદવ હાઉસવાઈફ છે અને પિતા અશોક કુમાર યાદવ ભાભા રિસર્ચ સેન્ટરમાં એન્જિનિયર છે.સૂર્ય પોતાનાં માતા-પિતાને ભગવાન માને છે. જમણા હાથ પર માતા અને પિતાનાં ટેટૂ બનાવ્યા છે. સૂર્યાનાં ભૂતકાળ વિશે વાત કરીએ તો તે ભણવામા સારો ન હતો. તેની પાછળનું કારણ તેનું ધ્યાન રમત પર વધુ હતું. પહેલાં બેડમિન્ટન રમતો હતો, પછી ક્રિકેટર બની ગયો. તેમની સોસાયટીના લોકો સૂર્યા અને તેમની માતાને ટોણાં મારતા હતા.
લોકો કહેતા કે રમતમાં શું રાખ્યું છે. તમારો પુત્ર તો માત્ર રમત પર જ ધ્યાન આપે છે, એમાં કોઈ કારકિર્દી નથી. અમે બનારસના રહેવાસી છીએ. ત્યાંના સંબંધીઓનો અભિપ્રાય અલગ હતો. તેઓ પણ રહેતા હતા કે રમતમાં નાખીને છોકરાની જિંદગી શા માટે ખરાબ કરી રહ્યા છો? લોકોના મેણા આજે ખોટા પડ્યા છે. આજે આપણે જાણીશું કે કઈ રીતે સૂર્યાએ પોતાના જીવનમાં સફળતા મેળવી. આજે સૂર્યા T20માં વર્લ્ડ નંબર 1 બેટ્સમેન છે, પરંતુ બે વર્ષ પહેલાં સૂર્યાને ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળવાથી નિરાશ હતો.
યુએઈમાં આઈપીએલની મેચો રમાઈ હતી. એક મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે હતો. આ મેચ પહેલાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યાનું નામ ટીમમાં નહોતું. તે ગુસ્સામાં અને નિરાશામાં હતો પરંતુ જ્યારે બીજા દિવસે જ્યારે તે વિરાટ કોહલીની ટીમ સામે બેટિંગ કરવા વિકેટ પર પહોંચ્યો ત્યારે તેની સ્ટાઈલ અલગ હતી. તેણે લગભગ 184ના સ્ટ્રાઈક રેટથી 43 બોલમાં 79 રન બનાવ્યા. 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
વાસ્તવમાં ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી અને ટીમના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 37 રન ઉમેર્યા. મુંબઈને પહેલો ફટકો ક્વિન્ટન ડિકોક (18)ના રૂપમાં લાગ્યો હતો. આ પછી મુંબઈની ટીમે એક છેડેથી સતત વિકેટો ગુમાવી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવે અંત જાળવી રાખ્યો અને ટીમને 5 વિકેટે જીત અપાવી. દિગ્ગજ બોલરે સૂર્યા વિશે કહ્યું હતું આ કોઈ બીજા જ ગ્રહ પરથી આવ્યો છે. SKY નામ પણ પ્રખ્યાત સૂર્યાના શોટ પસંદગી અને ક્રિએટિવ ક્રિકેટને અન્ય બેટ્સમેન પણ ફોલો કરી રહ્યા છે.