સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા કરાયેલા વિવાદીત નિવેદનનો અંગે લોકગાયક રાજભા ગઢવીએ ગુસ્સામાં કહ્યુ કે ” ભોળાનાથની લટને..
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ સંતો હવે વિવાદના વટોળાંથી ઘેરાય ગયા છે. સમાજના અનેક સાધુ-સંતો, નેતાઓ અને કલાકારો દ્વારા પણ શિવજી વિશે અપમાન કરનાર સ્વામી સામે ઉગ્ર વિરોધ કર્યો છે. હાલમાં જ ગુજરાતનાં લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવી સ્વામી સામે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ચાલો આ ઘટનાં અંગે વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે રાજભા ગઢવીએ શું કહ્યું.
આપણે જાણીએ છે કે, પ્રબોધ સ્વામીનાં જૂથના સંત એ શિવજીનું અપમાન કરેલ. આ કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લોકકલાકાર રાજભા ગઢવીએ કડક ભાષામાં જવાબ આપ્યો છે.સંતોને રાજભા ગઢવીએ આડે હાથ લીધા છે. તેઓએ કહ્યું કે, ‘આ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ લોકોમાં ભગવાન શંકરને ઓળખવાની તાકાત નથી. મારા ભગવાન વિશે બોલશે તો અમે પણ તેની સામે બોલીશું.
જાણી જોઈને સનાતન ધર્મને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યારે-જ્યારે ભગવાનનું અપમાન થશે ત્યારે અમે ચૂપ નહીં બેસીએ.’ આ દુષ્ટ કાર્યમાં માફી ન હોય, આ ગુનો છે. ખરેખર હવે આ વિવાદ ખૂબ જ રોદ્ર રૂપ લઈ રહ્યો છે. એક પછી એક જુના વીડિયો પણ સ્વામિનારાયણનાં સંતોના સામેં આવી રહ્યા છે. એક સંત કહ્યું કે હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પરંતુ ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા.
હજુ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતોના વિવાદાસ્પદ નિવેદનનો મામલો શમ્યો નથી. ત્યાં તો વધુ એક સંતનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન થાય છે કે, હિન્દુ ધર્મમાં સાધુ, સંત અને સંન્યાસી આ ત્રણેયને સમાજ સર્વોચ્ચ માન અને સન્માન આપવામાં આવે છે. પરંતુ આજ ધર્મના સાધુ-સંત અને સમુદાયના લોકો જો ધર્મ અને ભગવાનનું અપમાન કરે તો સમાજનો ચહેરો શરમથી ઝુકી જાય છે. આ કારણે આ તમામ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે વિરોધ કરી રહ્યા છે.