UK મા ગુજરાતીઓ એ વડ પાડી દીધો ! રસ્તા પર ગરબા અને નીકળી સ્વામીનારાયણ ભગવાન ની ભવ્ય શોભા યાત્રા ! જુઓ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજે સ્વામિનારાયણ ભગવાનનાં મંદિર દેશ-વિદેશમાં છે, ત્યારે હાલમાં જ UKમાં ગુજરાતીઓ એ વટ પાડી દીધો ! રસ્તા પર ગરબા અને નીકળી સ્વામીનારાયણ ભગવાન ની ભવ્ય શોભા યાત્રા. ચાલો અમે આપને આ યાત્રા વિશે જણાવીએ. યુકેમાં ભગવાન સ્વામિનારાયણની અતિ મનમોહક યાત્રા નીકળી અને સૌ કોઈ ભક્તિમાં લીન થઈ ગયા હતા કારણ કે આલ્હોમમાં સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિરનો શુભારંભ મહોત્સવ હતો.
ચાલો આ મંદિર વિશે અનેયાત્રા પાછળનો હેતુ જાણીએ. યુકેમાં જૂન 1977 માં ઓલ્ડહામના ગુજરાતીઓએ એક અવ્યવસ્થિત બેપ્ટિસ્ટ ચર્ચ ખરીદ્યું અને તેને કાર્યરત મંદિર અને સામુદાયિક કેન્દ્રમાં રૂપાંતરિત કરવા માટે એક મોટો નવીનીકરણ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
મંદિરને ઔપચારિક રીતે 22 ઓક્ટોબર 1977ના રોજ ખોલવામાં આવ્યું હતું. એક અંદાજ પ્રમાણે સાત મિલિયન યૂકે પાઉન્ડ એટલે કે 67 કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય વિસ્તરતા ગુજરાતી સમુદાય માટે પૂજા સ્થળ અને સામુદાયિક કેન્દ્ર પૂરો પાડવાનો હતો. 1960ના દાયકાના અંતમાં અને 1970ના દાયકાની શરૂઆતમાં ઘણા ગુજરાતી પરિવારો કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા અને ભારત જેવા દેશોમાંથી ઓલ્ડહામમાં સ્થાયી થયા હતા.
હાલમાં જ ભવ્ય રથ યાત્રાનું અયોજન થયેલ. નગરયાત્રામાં એક ટેબ્લોએ તમામનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ ટેબ્લોમાં ભગવાન રામજ્યારે વનમાં ગયા ત્યારે તેઓ પંચવટીમાં પોતાની ઝૂંપડી બાંધીને રહ્યા હતા.નગરયાત્રામાં વિવિધ પોશાકમાં બહેનો આગવી શૈલીમાં ડાન્સ કર્યો હતો.
વિદેશમાં વસતા ગુજરાતી પુરુષોએ પણ માથે વાદળી પાઘડી બાંધીને નગરયાત્રામાં ભાગ લીધો હતો. બાળકોએ પણ ત્યાંના પોશાકમાં પેરેડ કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. અહીં નગરયાત્રામાં ભગવાન સ્વામિનારાયણનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો.
માત્ર ત્રણ જ વર્ષના સમયગાળામાં આ ભવ્યાતિભવ્ય મંદિર યુકેની ધરતી પર બની ગયું છે. અજાયબી સમાન અને અક્ષરધામ જેવું દર્શનીય આ સ્થળ હરિભક્તો માટે જાણે સ્વર્ગ સમાન ભાસે છે. આ મંદિરમાં છેલ્લા 45 વર્ષથી કથા-વાર્તા, કીર્તન-ભજન, ઉત્સવ-સામૈયા થતા જ રહ્યા છે. સત્સંગીઓની સંખ્યા વધવાથી મંદિરનો ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આખરે મંદિરને વિશાળ જગ્યામાં બનાવવામાં આવ્યું છે.
છેલ્લા પંદર વર્ષોમાં સમુદાય વર્ગખંડો, કાફે અને સ્પોર્ટ્સ હોલ ધરાવતાં એક સંકલિત સમુદાય હોલ સાથે આધુનિક મંદિર બનાવવા માટે નવા પરિસરની શોધમાં હતા. નવી સાઇટ 2018માં ખરીદવામાં આવી હતી અને નવા મંદિરના નિર્માણ માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું. આજે જ્યારે આ મંદિર ખુલ્લું મુકાયું ત્યારે આ શોભાયાત્રા અને પ્રણપ્રતિષ્ઠ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.