સ્વર્ગ સિંધાવેલ મહાન લોકગાયક લક્ષ્મણ બારોટ પોતાની આંખો વિશે આવું કેહતા !! જુઓ વિડીયો
આજ રોજ શ્રાવણ માસના શુભ અવસરે ભજનના એક યુગનો આજે અંત આવ્યો છે. ભજનના ભીષ્મપિતામહ ગણાતા જામનગરના વતની એવા શ્રી લક્ષમણ બારોટનો જીવ શિવમાં ભળી ગયો.
ભજન સમ્રાટ અને સંતવાણીની પરિભાષા આપનાર નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે લક્ષમણ બારોટની જુગલબંધી હતી. સંગીતના સુર જેમના માટે શ્વાસ હતા એવા લોકગાયક કલાકાર અને ભજનના ભીષ્મપિતામહ ગણાતા લક્ષમણ બાપુ મૂળ જામગરના હતા.
જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. પોતાની ખામીને તેઓ ક્યારેય પોતાની કમજોરી નથી સમજી કે ન તો ઈશ્વરને ક્યારેય ફરિયાદ કરી હશે કારણ કે ઈશ્વર તેમને આંખોની રોશની ભલે ન આપી હોય પરંતુ સંગીતના સાતો સુરો તેમને કોકિલા કંઠમાં આપ્યા. લક્ષમણ બાપૂ આજીવન ચશ્મા પહેરતા હતા.
લક્ષમણ બાપુ એ પોતાની આંખ વિશે એવી વાત કરી કે સાંભળીને તમારું હદયસ્પર્શી જશે. લક્ષમણ બાપુએ કહ્યું કે, તમને નથી લાગતું કે હું આમ છું. હું જે કરું છું એ તેનો જ આધાર છે મારા માટે, કેટલી બધી આંખો છો તમે બધાય. મારી પાહે આંખો ન હોય તો કાંઈ નઇ તમે બધાં છોને આયુખું વાળા છો કે નઈ.
લક્ષ્મણ બારોટે ભજનીક નારાયણ સ્વામી પાસે તાલીમ મેળવી હતી અને પરંપરાગત ભજનોને તેમણે લોકપ્રિય બનાવ્યા હતા. હે ઓઢાજી, શ્યામ વિના વ્રજ સૂનું લાગે, આલમની અસવારી, જીવ તું શાને ફરે છે ગુમાનમાં જેવા ભજનો ખુબ જ લોકપ્રિય છે. હવે સદાય આ ભજનો થકી આપણા સૌના હદયમાં જીવંત રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.