પ્રખ્યાત તબલા વાદક હાસીયા ઉસ્તાદ આ ગામ થી હતા ! જીવન મા આવી રીતે સંઘર્ષ કરી સફળતા મેળવી હતી પરંતુ ઓછી ઉમરે આવી રીતે મૃત્યુ થયુ…
આ જગતમાં જન્મ લેનાર દરેક વ્યક્તિમાં ઈશ્વરે કંઈક ને કંઈક એવા ગુણો આપેલા જ હોય છે, જેના દ્વારા વ્યક્તિ પોતાના જીવનનું ઘડતર કરી શકે છે. આજે આપણે એક એવી કળાની વાત કરીશું જે ખૂબ જ પ્રખ્યાત છે. કહેવાય છે ને કે, સંગીતના સાતે સુર પણ અધૂરા છે, જ્યાં સુધી તેમાં તબલાનો તાલ ન ગુંજે. આજે આપણે વાત કરીશું ગુજરાતના પ્રખ્યાત તબલા વાદક હસિયા ઉસ્તાદ વિશે. આજે તેઓ ભલે આપણી વચ્ચે ન નથી પરંતુ તેમણે પોતાનું જીવન સદૈવ સંગીતને અર્પણ કર્યું છે.
આજે આપણે જાણીશું તેમના જીવનની અંગત વાતો વિશે. મોહહ્મદ હુસેન ફકીરમામદ ઉર્ફ હસિયા ઉસ્તાફ નો જન્મ મૂળ માંડવી તાલુકાના મોટા રતળિયા ગામમાં થયેલ. ઉસ્તાદ ઘણા વર્ષોથી માંડવી ખાતે રહેતા હતા. તેમના પરિવારમાં બે પુત્ર, બે પુત્રી તથા પત્નીની સાથે બે ભાઈઓ છે. આમ પણ સંગીત તો તેમને જન્મથી જ ભેટમાં મળેલ કારણ કે પિતા ફકીરમામદ પાસેથી વારસાઈમાં મળેલી તબલા વાદનની કલા થકી જ તેમને ગુજરાતમાં ઓળખ મળી.
ઘરમાં સંગીતમો સદાય માહોલ રહેવાથી તે તબલા બાળપણ થી વગડાતા અને ઘર ચલાવવા માટે 60, 70 રૂ તેઓ તબલા વગાડી કમાતા હતાં. તેમને 12 વર્ષની ઉંમરે પોતાના ગામમાં મોટા ભજન કાર્યક્રમમાં ગાવાનો અવસર મળ્યો પછી તો ક્યારેય પાછળ ફરીને નથી જોયું અને છેલ્લા 15 વર્ષ દરમિયાન સંતવાણી ક્ષેત્રે તેમનું નામ અગ્ર હરોળના કલાકારોમાં શામેલ હતું. પ્રાણલાલ વ્યાસ થી લઈને આજના પેઢીના કલાકારો કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવી તેમજ માયાભાઈ સાથે અનેક ભજનોમાં તબલની રમઝટ બોલાવેલ.
પોતાની આગવી કલા પ્રસ્તુત કરી માત્ર કચ્છમાં નહિ પરંતુ દેશ/વિદેશમાં ફેલાવી પરતું તેમનું જીવન ખૂબ જ ટુકુ હતું. માત્ર 3 8 વર્ષે માંડવી ખાતે હૃદય રોગના હુમલામાં નિધન થયું હતું. જેને પગલે ભજનિકોની દુનિયામાં શોક વ્યાપી જવા પામ્યો હતો. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં સમગ્ર ગુજરાતના સંતો, ભજનિકો અને કલા ક્ષેત્રના નામાંકિત હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમણે તબલા નાં સ્વર ગુંજાવ્યા છે અને તેમના મૃત્યુના એક દિવસ પહેલા તેમને કાર્યક્રમમાં રમઝટ બોલાવેલ. નાના રતળિયા ખાતે ચાલી રહેલી યક્ષદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે આયોજિત સંતવાણીમાં છેલ્લો કાર્યક્રમ હતો. આજે સવારે 04:30 વાગ્યે કાર્યક્રમ પૂરો કર્યા બાદ તેઓ માંડવી નિવસ્થાન ખાતે પરત ફર્યા હતા. જ્યાં તેમને છાતીમાં દુઃખાવો થતો મોટાભાઈની સાથે ગાડી ચલાવી માંડવીની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમને સારું જણાયા બાદ ફરી દુખાવો ઉપડ્યો હતો, જે જીવલેણ નીવડ્યો હતો. ખૂબ જ નાની વયે આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા.