Gujarat

તાપી નદી બે કાઠે વહી હતી.

હવામાન ખાતા ની આગાહી મુજબ આજે અને કાલે મેઘરાજાએ અનેક જીલ્લા મા ધોધમાર વરસાદ વરસાવ્યો છે તો અનેક જીલ્લા ઓ મા વિજળી પડવાની પણ ઘટનાઓ બની છે અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે હવામાન ખાતા ની આજની આગાહી પર નજર નાખીએ તો આજે બપોરે બાર વાગ્યા સુધી મા અનેક જીલ્લાઓ મા ભારે વરસાદ ની આગાહી કરવામા આવી છે.

જો ગુલાબ વાવાજોડા ની વાત કરવામા આવે તો બે દિવસ પહેલા ઓડીશા મા ટકરાયુ હતુ જેની અસર ખાસ કરીને તેની અસર મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં જોવા મળી હતી અને ગુજરાત ના ભાવનગર જીલ્લા મા જોરદાર પવન ફૂંકાયો હતો અને વિજળી પડવાની ઘટના પણ બની હતી. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમા વરસાદ ની આગાહી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને સુરત જીલ્લા ના અનેક તાલુકા મા વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતીઓ ખાડીઓના સ્તરમાં વધારો થઇ રહ્યો છે.

સુરત જીલ્લા નિ છેલ્લા 24 કલાક ના વરસાદ : ઉમરપાડા : 8.72 ઇંચ બારડોલી : 2.72 ઇંચ કામરેજ : 3.56 ઇંચ ચોર્યાસી : 4 ઇંચ પલસાણા : 8 ઇંચ મહુવા : 2.73 ઇંચ માંડવી : 2.40 ઇંચ માંગરોળ :2 ઇંચ સુરત શહેર :4 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ઉપરવાસ મા ભારે વરસાદ ના કારણે ઉકાઈ ડેમ ની સપાટી નુ જળ સ્તર સતત વધ્યુ હતુ અને બુધવારે સવારે આઠ લાગ્યે 341.06 ફૂટ નોંધાઈ છે. 1.90 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે તાપી નદી બે કાઠે વહી હતી. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!