ટીચરે વિધાર્થી ને પૂછ્યું ગુજરાત નુ રાજ્ય ગીત ક્યું?? વિધાર્થીનો જવાબ સાંભળી હસી હસી ને ગોટો વળી જશો.
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં ફરી એકવાર એક પ્રાથમિક શાળાના બાળકનો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને હસવું નહીં રોકી શકો. આ વિડિયો જોઈને તમને તમારું બાળપણ યાદ જરૂરથી આવી જશે. હાલમાં જ એક વિધાર્થીનો વિડીયો વાયરલ થયો હતો જે તેમાં સાહેબેને પ્રવાસે લઈ જવા માટે વિનંતી કરે છે. હાલમાં એક એવો વિડીયો વાયરલ થયો છે, જેમાં ટીચરે વિધાર્થી ને પૂછ્યું ગુજરાત નુ રાજ્ય ગીત ક્યું?? વિધાર્થીનો જવાબ સાંભળીને હસી હસી ને ગોટો વળી જશો..
ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ બાળકે એવો તે શું જવાબ આપ્યો કે ચારો તરફ આ બાળક છવાઈ ગયો છે. આ વિડીયો ગુજરાતનો જ એક સરકારી શાળાનો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળકને ઉભો કરે છે અને તેને કહેવામાં આવે છે કે, હું તને ત્રણ પ્રશ્ન પૂછીશ. સાચા જવાબ આપીશ તો આ 10 રૂપિયાની નોટ તારી.
બાળક અદાબ વાળીને ઉભો હોય છે, પાછળ અન્ય બાળકો તે બાળક સામે એકી ટસે નજર નાંખીને જુએ છે. જ્યારે સાહેબ પૂછે કે, ગુજરાતનું રાજ્ય ગીત ક્યુ છે? ત્યારે બાળક પહેલા તો મુંઝવણમાં મુકાઈ જાય છે અને ત્યારબાદ બાળક થોડીવાર વિચારે છે અને પછી એ એવો જવાબ આપે છે કે સાહેબને તો હસવું આવ્યું પણ આખો કલાસ પણ હસવા લાગે છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) January 12, 2023
તમને જાણીને હસવું આવશે , જયારે બાળકનો જવાબ સાંભળશો. જ્યારે સાહેબએ ગુજરાતનું રાજ્ય ગીત કયું છે ? તેમ પૂછ્યું ત્યારે બાળકે કહ્યું કે ” ગોલ ગટોળ ” આ આ જવાબ સાંભળીને કલાસ આખો હસી પડ્યો હતો અને સાહેબ પણ પોતાનું હસવું રોકી શક્યા ન હતા. ખરેખર આ વિડીયો ખુબ જ રમૂજી છે અને ચિંતાનો વિષય એ છે કે, બાળકને એ પણ ખ્યાલ નથી કે આપણું ગુજરાતનું રાજ્ય ગીત ક્યુ છે. તેનું કારણ શાળાના શિક્ષકો પણ છે અને બાળક પોતે પણ જેથી એ વાત શીખવી જોઈએ કે બાળકને શાળામાં પૂરતું જ્ઞાન આપવું જરૂરી છે.