રાજકોટ:- ઠાકોરજીની જાન હેલિકોપ્ટરમાં આવી અને એવી ભવ્ય રીતે લગ્ન નું આયોજન થયું કે જોઇને સૌ કોઈ..
આજના રોજ અગિયારસ ના દિવસે આપ સૌ લોકો જાણો છો એમ આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત ની પરંપરા અને સંસ્કાર મુજબ તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવે છે, અને લોકો ઠેર ઠેર તુલસી વિવાહ નું આયોજન કરતા હોઈ છે. પરંતુ આ વખતે રાજકોટ નાં પાળ ગામે તુલસી વિવાહ ને કંઇક અલગ અને ખુબજ આકર્ષણ રીતે કરવામાં આવ્યું છે.
વાત કરીએ તો રાજકોટ શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે બિરાજેલ ઠાકોરજીની આજે કારતક સુદ એકાદશી પર્વે નિમિતે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. પ્રસંગ ની વાત કરીએ તો પર્વ મીમીતે નિત્યક્રમ મુજબ સવારે ૬.૪૫ કલાકે મંગળા આરતી કરવામાં આવી, ત્યારબાદ ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન કરી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જે બાદ ઠાકોરજીને દુલ્હેરાજા ની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ ત્યાનાં યજમાન પરિવાર ના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. અને મંદિરના પુજારી દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ ઉજવવામાં આવ્યો હતો.
પરંતુ મહત્વની વાત એ છે કે ઠાકોરજીની જાન પાળ ગામથી ૧૫ કિલોમીટર દુર લાપસરી ગામ ખાતે હેલિકોપ્ટર દ્વારા લાવવામાં આવી હતી. આ પ્રસંગ માં મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને ભક્તોએ તુલસી વિવાહના દર્શન નો લાભ લીધો હતો. અને આ તમામ ઘટના ડ્રોન કેમરામાં કેદ થઇ હતી.
આ તુલસી વિવાહ કરવાની પરંપરા ની વાત કરીએ તો આની પાછળ એક પૌરાણિક કથા છુપાયેલી છે. જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની પોતાની ભક્ત સાથે છળ કર્યું હતું. ત્યારબાદ વૃંદા એ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતા. પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થઇ ગઈ. અને તેમની રાખથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેની સાથે શાલીગ્રામના લગ્નની પ્રથા શરુ થઇ હતી. તેથી તુલસી વિવાહ નો પ્રસંગ ઉજવવામાં આવે છે.