પ્લેનની એર હોસ્ટેસે કર્યો મોટો ગુનો!! એક કિલો સોનુ એવી જગ્યાએ છુપાવીને લાવી કે ઉડી ગયા સૌના હોશ…જાણો પુરી ઘટના
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સોનાની દાણ ચોરીના કિસ્સાઓનો બને છે, હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર એક એરલાઇનની મહિલા ક્રૂ મેમ્બરની મસ્કતથી કન્નુર સુધી લગભગ એક કિલોગ્રામ સોનું તેના ગુદામાર્ગમાં છુપાવીને દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના એક સૂત્રએ ગુરુવારે આ માહિતી આપી હતી. સૂત્રએ દાવો કર્યો છે કે ભારતમાં આ પહેલો કેસ છે જ્યાં એરલાઇનના ક્રૂ મેમ્બરની ગુદામાર્ગમાં સોનું છુપાવીને દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ અધિકારીઓએ ચોક્કસ માહિતી પર કાર્યવાહી કરતા એરલાઈન ક્રૂ મેમ્બર સુરભી ખાતૂનને અટકાવી હતી, જે 28 મેના રોજ મસ્કતથી કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી. તે કોલકાતાની રહેવાસી છે.
સૂત્રએ જણાવ્યું કે મહિલાની શોધખોળ કર્યા બાદ તેના ગુદામાર્ગમાં છુપાયેલું 960 ગ્રામ દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. સૂત્રએ જણાવ્યું હતું કે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી એકત્ર કરાયેલા પુરાવા સૂચવે છે કે તેણે ભૂતકાળમાં ઘણી વખત સોનાની દાણચોરી કરી હતી. સૂત્રએ કહ્યું કે દાણચોરીની રીંગમાં કેરળના લોકોની સંડોવણીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.