અંબાણી પરિવારે રાધિકા અને અનંતના પ્રિ વેડિંગ પહેલા ગામના લોકો માટે કરી અન્ન સેવા! મુકેશ અંબાણી સહિત સૌ એ પોતાના હાથેથી લોકોને ભોજન પીરસ્યું…જુઓ તસવીરો
અંબાણી પરિવારના ઘરે લગ્નના લીલા તોરણીયા બંધાયા છે, ત્યારે આખું જામનગર શહેર પણ નવી વધુની જેમ શણગારવામાં આવ્યું છે. દેશ વિદેશ અને બોલીવુડ તેમજ હોલીવુડથી મહેમાનો પધારી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારે રાધિકા અને અનંત અંબાણીના લગન પહેલા પ્રિ વેડિંગ સેલિબ્રેશન જામનગર ખાતે રાખેલું છે અને આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન પહેલા તેમને અન્ન સેવા કરી.
દીકરી ઈશા અને આકાશના લગ્નમાં પણ અંબાણી પરિવારે લગન પહેલા અન્ન સેવા કરી હતી, જેમાં તમામ લોકોને પોતાના હાથે થી ભોજન પીરસીને પ્રેમ ભાવથી જમાડયા હતા.કાલના દિવસે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા શરૂ કરીને ગામના લોકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
પ્રાપ્ત થયેલ માહિતી ગઇકાલના દિવસે રિલાયન્સ ટાઉનશીની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી, શ્રી અનંત અંબાણી અને સુશ્રી રાધિકા મર્ચન્ટ, સુશ્રી રાધિકા મર્ચન્ટના માતા-પિતા શ્રી વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ સુશ્રી રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં અંબાણી પરિવાર દ્વારા આ અન્નસેવાનો લાભ 51,000 સ્થાનિક નિવાસીઓને મળશે જેથી આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે. ખરેખર અંબાણી ખૂબ જ સેવાભાવી છે, તેઓ માને છે કે, માનવ સેવા એ જ માધવ સેવા’ આ જ કારણે તેમને લોકોની સેવા કરીને શુભપ્રસંગની શરૂઆત કરી હતી.
સૌથી ખાસ વાત એ કે અંબાણી પરિવારે ખૂબ જ સાદગી રીતે સૌ મહેમાનો સાથે પ્રેમભાવ રાખીને ભોજન પીરસ્યું હતું. મુકેશ અંબાણી પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ ભજીયા ખાતા જોવા મળ્યા હતા. આ જોઇને એટલું સમજાય કે અંબાણી પરિવાર ધનવાન છે પરંતુ અભિમાન જરાય પણ નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.