અંબાણી પરિવારે કર્યું વાજતે ગાજતે ગણેશ સ્થાપન!! આ આ મોટા કલાકારોએ હાજરી આપી.. જુઓ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવારમાં દરેક નાના મોટા પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, હાલમાં જ અંબાણી પરિવારના ઘરે ગણેશત્સવોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ગણેશ ઉત્સવની તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.તમે જોઈ શકશો કે અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય અને જાજરમાન રીતે ગણેશજીની સ્થાપના કરી છે.
દર વર્ષે એન્ટીલિયામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, અનેઅંબાણી પરિવાર સહિત તેમના સ્વજનો અને ઉદ્યોગકારો તથા બૉલીવુડ કલાકારોને ખાસ નિમંત્રણ આપવામાં આવે છે, ગઈકાલે જ અંબાણી પરિવારના આંગણે બોલીવુડના કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.
ખરેખર અંબાણી પરિવારના ઘરે કોઈપણ પ્રસંગ હોય ત્યારે બોલિવુડ કલાકારો ખાસ ઉપસ્થિત રહી છે, અંબાણી પરિવારના ઘર આંગણે જ્યારે લગ્ન હતા ત્યારે અંબાણી સહિત અનેક કલાકારો એ તો મહેમાનોને ભોજન પણ પીરસ્યું હતું. હવે વિચાર કરો કે આ તમામ કલાકારો એ મુકેશ અંબાણી પ્રત્યે કેટલો લગાવ અને માન સન્માન હશે.
હાલમાં સોશિયલ મીડિયામાં બોલીવુડના કલાકારો સહિત ગણેશોત્સવની તસવીરો સામે આવી. આ તસવીરોમાં તમે જોઇ શકશો કે અતિ ભવ્ય અને શાનદાર રીતે અંબાણી પરિવારની પુત્રવધુઓએ ગણેશજીની પૂજા વિધિ કરીને સ્થાપના કરી હતી
તેમજ મુકેશ અંબાણી એ પોતાના પત્ની નીતા અંબાણી સાથે મળીને ગણેશજીની આરતી ઉતારી હતી. આ તમામ યાદગાર તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.