અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી! વીજળીના કડાકા ને ભડાકા સાથે આ જગ્યાએ વરસાદ….જાણો વિગતે
હાલમાં આકરી ગરમીમાં લીધે સૌ કોઈ તકલીફ ભોગવી રહ્યું છે પરંતુ અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, લોકોને હાશકારો થશે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તા. 26 મે બાદ ગરમીમાં ઘટાડો થશે તેમજ તા. 27 થી 29 સુધી ગરમીથી લોકો રાહત અનુભવશે અને મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી તાપમાન નોંધાશે. તેમજ 4 જૂનથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી જોવા મળશે.
હાલમાં ચોમાસા પહેલાં જ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે મુજબ 26મીથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે તારીખ 26થી 4 જૂન સુધી વરસાદ વરસી શકે છે અને 7થી 14 જૂનમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે. 22થી 28 જૂનમાં આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, સુરતના ભાગો, ભરૂચના ભાગો, સાપુતારાના ભાગોમાં વરસાદ થશે. ત્યાર બાદ પંચમહાલ, બનાસકાંઠા, અવરલ્લી, સાબરકાંઠામાં પણ છુટા છવાયા ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. આ સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.