Gujarat

રાજકોટ ના કારીગરો એ પીએમ મોદી ને એવી ભેટ આપી કે જોઈ ને તમારી આંખો ખુલ્લી રહી જશે ! 30 કારીગરો એ…

હાલમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી રાજકોટના પ્રવાસે છે, ત્યારે હાલમાં જ તેમણે રાજકોટ શહેરવાસીઓને હીરાસર ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટની મોટી ભેટ આપી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી દેશ વિદેશની મુલાકાત લે છે, ત્યારે તેમને અનેક લોકો દ્વારા શુભેચ્છા મુલાકાત બદલ  સ્મૃતિભેટ આપવામાં આવે છે.

હાલમાં જ રાજકોટનાઇમિટેશન માર્કેટ એસોસિએશન તેમજ જસદણના કેટલાક કારીગરો દ્વારા  અદ્ભૂત પ્લેનનું મોડેલ બનાવીને ભેટમાં આપેલું.  સ્ટોન, મીના કામગીરી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી એક પેસેન્જર પ્લેન અને એક કાર્ગો પ્લેન બનાવ્યું હતું.સૌથી ખાસ વાત એ છે કે, કુલ 30 કારીગરોએ સાથે મળીને દીવસ-રાત મહેનત કરીને 4 દિવસની  અંદર આ પલેન્ડ તૈયાર કર્યું.

સૌથી ખાસ વાત એ છે કે આ પ્લેન જસદણમાં તૈયાર થયું છે, આ પ્લેન પર ખાસ જસદણની કારીગીરીની પણ ઝલક જોવા મળી રહી છે.આ પ્લેનને બનાવવા પાઇન લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓટો મોબાઇલ્સ, ઇમિટેશનના ધંધાને દર્શાવવા માટે તેને બેરિંગ ઉપરાંત અનેક વસ્તુથી મઢવામાં પણ આવ્યું છે.

રાજકોટના કારીગરોએ રાજકોટના તમામ ઉદ્યોગને એક જ પ્લેનમાં દર્શાવીને રાજકોટ શહેરના વિકસનું મોડેલ દર્શાવ્યું છે. આ ભેટની ચારો તરફ ચર્ચાઓ થઈ રહી છે , ખરેખર રાજકોટવાસીઓ એ રંગ ઝમાવી દીધો અને મોદીજીને એવી ભેટ આપી કે તેમને સદાય યાદ રહે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!