Entertainment

કુદરત નો કરિશ્મો ! કોરોના થી 26 વર્ષ ના દીકરા નુ મોત થતા 50 વર્ષિય દંપતી એ IVF પધ્ધતિ થી કુળદીપક મેળવ્યો…

હાલ આપણે બધાજ જાણીએ છીએ કે કોરોના કાળ દુનિયાના બધાજ વ્યક્તિઓ માટે ખુબુજ ગંભીર રીતે પસાર થયો છે તેમજ અનેક લોકોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે, અને ખુબજ દુઃખમાં આવી ગયા છે. ગાંધીનગરમાં રહેતા ૫૮ વર્ષીય પિતા અને ૫૦ વર્ષીય માતાએ પણ તેમનો એકનો એક ૨૬ વર્ષીય દીકરો ગુમાવતા ખુબજ દુઃખમાં આવી ગયા હતા. દીકરાને કોરોના કાળમાં ફેફસાના ગંભીર ઇન્ફેકશન થયું હતું જે પછી તેનું મૃત્યુ થયું હતું. જે બાદ આ દંપતી ડીપ્રેશનમાં સારી પડ્યું હતું.

આમ જે પછી આઇવીએફ ટ્રીટમેન્ટથી પ્રથમ સાયકલમાં જ ગર્ભાવસ્થા રહેતાં રથયાત્રાને દિવસે આ માતાએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જે પછી બંને લોકો ખુબજ ખુશ થયા હતા. ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારી અને હાલ નિવૃત્ત થયેલાં મગનભાઇ ભગોરા કહે છે કે, “કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની મદદ કરતાં મારા 26 વર્ષીય પુત્રના લગ્ન માટે અમે છોકરી શોધતા હતા. ત્યારે જ અમારા પુત્રને કોરોના સંક્રમણ થયું અને ગણતરીના કલાકોમાં જ તે મૃત્યુ પામ્યો. અમારું જીવન અંધકારમય બની ગયું. હું અને મારા પત્ની પુત્ર વિયોગમાં આઘાતમાં સરી પડ્યાં.”

તેમજ અમારી તકલીફ જોઇને એક શિક્ષક મિત્રની સલાહથી આઇવીએફ ટ્રીટમેન્ટ માટે અમદાવાદના આંબાવાડીમાં ‘પ્લેનેટ વિમેન’ના ડૉ. મેહુલ દામાણી અને ડૉ. સોનલ દામાણીને મળ્યાં. ડો. દામાણીએ અમારી સ્થિતિ જાણીને તપાસ બાદ સારવાર શરૂ કરી અને જાણે ભગવાન પણ અમારો ગુમાવેલો પુત્ર પરત કરવા માગતો હોય તેમ 50 વર્ષની વયે રથયાત્રાને દિવસે જ મારી પત્નીએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો.

આમ ડૉ. મેહુલ દામાણી જણાવે છે કે, “પચાસ વર્ષની સ્ત્રીને પ્રેગ્નન્સી વખતે ઘણાં કોમ્પ્લિકેશન થાય છે, પરંતુ ભગોરા દંપતી આ ઉંમરે ઘડપણનો સહારો શોધવાની આશાએ આવ્યાં હતા. મહિલાના ગર્ભાશયની સ્થિતિ સાનુકુળ હતી પણ અમારી સારવારની સાથે દંપતીએ પૂરતો સાથ સહકાર આપ્યો, જેમાં મહિલાને ગર્ભાવસ્થા રહે તેવા ચોક્કસ ડોઝ આપતાં ગર્ભાવસ્થા રહી અને નવ મહિના પછી પહેલી જુલાઇને રથયાત્રાના દિવસે મહિલાએ સિઝેરિયનથી પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!