૪૪ વર્ષ પહેલાનું મીઠાઈનું મેનુ થયું વાયરલ, ૧૯૮૦માં માત્ર આટલા રૂપિયા ભાવે કિલો મીઠાઈ મળતી, ભાવ જાણી હોશ ઉડી જશે…
હવે હવે જમાનો બદલાઈ ગયો છે, આજના સમયમાં મોંઘવારીનો માર ખુબ જ વધી રહ્યો છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક બિલ વાયરલ થઇ રહ્યું છે, આ બિલ દ્વારા તમને સમજાય જશે કે વશ 1980માં મીઠાઈઓ અને સમોસા-કચોરીનો ભાવ કેટલો હતો. આ જૂનું બિલ હાલમાં સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ બન્યું છે.
ચાલો અમે આપને જણાવીએ કે 90ના દાયકામાં મીઠાઈ અને સમોસા-કચોરીનો ભાવ શું હતો. મોંઘવારીના સમયમાં આજકાલ લોકો હવેથી 30-40 વર્ષ પહેલાની પરચીઓની ફોટો ક્લિક કરી સોશિયલ મીડિયા પર તેમને શેર કરી રહ્યા છે. લોકો આમ જોઈને રસપ્રદ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર બુલેટ, કાર અને ફ્રિજના બિલ પણ વારયલ થતા હોય છે.
ફેસબુક પર શેર કરવામાં આવેલા એક મેનુ કાર્ડમાં તમે મીઠાઈઓનો ભાવ જોશો તો દંગ રહી જશો. આજે આપણે જે સમોસાના માટે 10 થી 15 રૂપિયા ખર્ચી રહ્યા છીએ, વાયરલ મેનૂ કાર્ડમાં તેનો ભાવ માત્ર 50 પૈસા છે. એટલું જ નહીં, 10-15 રૂપિયામાં તો લડ્ડુ, રસગુલ્લા, કાળા જામાન અને રસમલાઈ જેવી મીઠાઈ એક કિલો ગ્રામ સુધી આવી જઈ રહી છે.
આ કાર્ડમાં લગભગ બધી મીઠાઈઓ 20 રૂપિયાની અંદર-અંદર જ મળી રહી છે. સમોસા અને કચૌડી 1 રૂપિયામાં 2 આવી રહી છે એટલે કે 1 રૂપિયામાં નાસ્તો પૂરો થઈ શકે છે.આજે જો આપણે આ જ મીઠાઈઓ અને સમોસા-કચૌડીનો ભાવ જોઈએ તો ચોંકી જઈએ છીએ. ખરેખર પહેલા જેવો સમય ફરી આવી જાય તો સોનામાં સુંગધ ભળે