Viral video

ચાઇનીઝ દોરી ના કારણે જીવ ગુમાવનાર દીકરીના પરિવારે લોકોને કરી આ ખાસ અપીલ, કહ્યું કે બહેનો, દીકરીઓ….જુઓ વિડિયો

હાલમાં જ ઉત્તરાયણ પહેલા જ સુરત શહેરમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં ગળામાં દોરી વાગતા એક દીકરીનું ગળું કપાયુ હતું, જે બાદ લોહીલુહાણ થયેલ હાલતમાં તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા તેનું નિધન થયું હતું અને પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો. આ દુઃખદ બનાવના પગલે મૃતક દીકરીના પરિવારજને એક વિનંતી કરી છે, જે આપણા સૌના જીવન માટે સુરક્ષા સમાન છે.

આ દુઃખદ બનાવ અંગે સંક્ષિપ્ત માહિતી જાણીએ તો સુરત શહેરના વરાછામાં આવેલ અમૃત રેસિડેન્સીમાં રેહતા દીક્ષિત ઘનશ્યામભાઈ ઠુમ્મર(ઉ.વ.22) સાંજના સમયે એક્ટિવા લઈને મેઈન રોડથી નાના વરાછા ઢાળ બ્રિજ ઉપરથી પસાર થઇ રહી હતી ત્યારે જ યમરાજ બનીને પતંગની દોરી તેના ગળા પર પડી હતી જેને લીધે દિક્ષિતા એક્ટિવા પરથી લોહીલુહાણ હાલતમાં નીચે પડી હતી, જે બાદ તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જ્યા ગણતરીના સમયમાં જ તેનું નિધન તથા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી, પતંગની દોરથી 70% થી વધારે ગળું કપાય જતા ખુબ મોટી માત્રામાં લોહી વહી ગયું હતું જેને લઈને દિક્ષિતાનું નિધન થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે હાલમાં જ મૃતક દીકરીના પરિવારજને સૌકોઈને એક વિંનતી કરી છે કે, અમારા પરિવારની દીકરી દીશીતા જોબ પર જતી હતી અને ચાઈનાનો દોરો સીધો નસ પર આવ્યો ને ગળું કપાઈ ગયું. મારો સૌને એજ સંદેશો આપવો છે કે, તમારી ગાડીમાં સળિયો લગાવવો જે માત્ર 50 રૂપિયાનો જ આવે છે અને ખાસ કરી ને 8\10 દિવસ સુધી પુલ પર ગાડી ના ચલાવવી. એ મારી ખાસ સૂચના છે, દીકરીઓ, બહેનો અને વડીલોને બધાને…

ખરેખર આ સંદેશ આપણે સૌ કોઈએ ધ્યાનમાં લેવા જેવો છે અને આપણી સુરક્ષા આપણે જાતે જ રાખવી જરૂરી છે કારણ કે શહેરના કોઈપણ રસ્તે પતંગના દોરાના કારણે જીવ જોખમમાં મુકાઈ શકે છે, જેથી સાવચેત રહો અને બને તો વાહન ચલાવતી વખેત હેલમેન્ટ પહેરો અને ગાડીમાં સળિયા લગાવો .

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!