દિકરીના કારણે બચ્યો પારીવાર! હથિયાર લઇ આવેલા ગુંડાનો કર્યો વીરતા પૂર્વક સામનો પરંતુ એક ગુડાએ ગળા પર ચાકુ રાખતા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ એક હાલનો સમય મહિલાનો સમય છે હાલમાં મહિલાઓ અનેક ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે જો કે આ માટે દિકરીઓ ને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. ભણતર હોઈ કે રમત ગમત નું મેદાન નોકરી હોઈ કે વ્યવસાય દરેક જગ્યાએ આજે મહિલા આગળ છે જો કે આપણે સૌ જાણીએ છીએ કે અમુક એવા પણ બનાવ સામે આવે છે કે જ્યાં મહિલા સાથે અનેક અમાનવીય ઘટના બનતી હોઈ છે જો કે આવી ઘટનાઓ ના બને તે માટે ઘણી જગ્યાએ મહિલાઓ ને આત્મ રક્ષણ અંગે ટ્રેનીગ પણ આપવામાં આવે છે.
આપણે અહી આવાજ એક બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં આવીજ આત્મ રક્ષાની ટ્રેનીગ ના કારણે એક પરિવાર લૂટતા બચ્યો. આ ઘટના પલસાણા માં આવેલ ચલથાણ ની રામ કબીર સોસાયટી ની છે અહી ના ઘર નંબર C ૫૧ માં એક મૂળ ઓડીસા નો રહેવાસી પરિવાર રહે છે પરિવાર માં પિતા બાબુરામ કાશીનાથ માતા ભારતી બહેન તેમની બે પુત્રીઓ રીચા અને રિયા સાથે રહે છે. કે જેમના ઘરે ચોરી ની ઘટના બનતા રહી ગઈ હતી કારણ કે પરિવાર ની મોટી દિકરી રીયાએ ચોરો નો બહાદુરી થી સામનો કર્યો હતો.
આ ઘટના અંગે જણાવતા રિયા કહ્યું કે તે ૨૦ વર્ષની છે અને બારડોલી પાટીદાર સાયન્સ કોલેજમાં બી એસ સી ના પહેલા વર્ષ માં અભ્યાસ કરે છે હાલમાં કોલેજ માં પરિક્ષ હોવાથી તે પરિવાર સુઈ ગયા બાદ ઘરમાં વાંચતી હતી તેવામાં આશરે દોઢ વાગ્યે અચાનક ઘરની લાઈટ જાય છે તેવામાં ઘરના પાછલા દરવાજા પાસે કઈંક જોરથી પડ્યું હોઈ તેવો અવાજ આવે છે, પરંતુ લાઈટ ના હોવાથી કઈ જોઈ શકાતું નથી.
જો કે થોડી વખતમાં જયારે લાઈટ આવે છે ત્યારે એક ચાકુ ધારી વ્યક્તિ બારણાનો નકુચો તોડી તેની સામે આવેલો જોવા મળે છે રિયા ને સામે જોઇને તે વ્યક્તિએ તેના ગળા પર છરો રાખ્યો જોકે કોલેજમાં મળેલ આત્મ રક્ષણ ની ટ્રેનીગ ના કારણે રિયાએ ડર્યા વિના તે ગુંડા નો સામનો કર્યો અને તેને પછાડી જોર જોરથી રાડો પાડવા લાગી તે બાદ અન્ય બે લોકો પણ ચાકુ લઇ ઘરમાં ઘુસ્યા અને પાસે સુતેલી તેની નાની બેહેન તરફ વધ્યા.
ત્યારે રિયા તુરંત ત્યાં પહોચી અને ગુંડા સાથે બાથ ભીડીને ચોર ને પછાડ્યો આ સમયે તેના હાથમાં ચાકુ વાગતા લોહી નીકળવા લાગ્યું પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં પણ રિયા એકલે હાથે આ ત્રણેય હથિયાર ધારી ચોર સાથે બાથ ભીડી જે બાદ તેને માતા પિતા જાગી ગયા અને અવાજ થતા આસપાસ ના લોકો પણ એકઠા થઇ ગયા એટલા લોકોને જોઈ ચોર પાસે પડેલ ઘરનો ફોન અને રસોડામાં રહેલ એક ડબો લઈને ભાગી ગયા.
જો કે દિકરી ને લોહી લુહાણ જોઈ માતા પિતા ડરી ગયા અને સારવાર માટે તુરંત હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેને ૨૪ ટાકા આવ્યા. જો કે હાથમાં ઈજા હોવાથી યુવતી છેલ્લી પરિક્ષા આપી શકી નહિ જેની જાણ કોલેજને કરવામાં આવી. પરંતુ આ બહાદુર દિકરી ના ચર્ચા બધી જગ્યાએ થવા લાગ્યા કે જેણે પોતાની બહાદુરીના કારણે પરિવાર ને લૂટતા બચાવ્યો.