Gujarat

મતદાન કરવા પહોચેલા અમિત શાહને જોઇને લોકોને બૂમાબૂમ કરી ” અમિત કાકા ” આ સાંભળીને અમિત શાહે આપ્યું આવું રીએકશન, જુઓ વિડિયો….

આજરોજ ગુજરાતમાં 25 બેઠકો ઉપર લોકસભા નું મતદાન યોજાઇ હતી ત્યારે ગુજરાતમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હોય તો તે છે અમદાવામાં આવેલ રાણીપની સ્કૂલ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સવારે 7.30 વાગ્યે મતદાન કર્યું હતું.

સૌથી ખાસ વાત એ છે કે, દેશના વડાપ્રધાન અને હાઇપ્રોફાઇલ મતદાર તરીકેના મતદાનને લઇને મતદાન મથક પર સુરક્ષા બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. પીએમ મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના હોવાથી જેની સુરક્ષાના ભાગરૂપે સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.

સૌથી ખાસ વાત એ છે કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ પગપાળા મતદાન મથક પર પહોંચ્યા હતા આ દરમિયાન નરેન્દ્ર મોદીએ તમામ ગુજરાતીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમ જ હળવાશની પડો પણ માણી હતી હાલમાં જ સોશિયલ મીડિયામાં અમિત શાહ નો એક વિડિયો વારલ થઈ રહ્યો છે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે અમિતભાઈ એ પણ લોકોનું દિલ જીતી લીધું.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતીઓ ક્યારે પણ પાછા નથી પડતા દેશના ગૃહમંત્રી હોય કે દેશના ધનવાન વ્યક્તિ પરંતુ ગુજરાતી એવો પોતાનો પ્રેમ અચૂકપણે દેખાડે છે. વાત જાણે એમ છે કે જ્યારે અમિત શાહ રસ્તા પરથી પસાર થઈ આવે છે ત્યારે પાછળથી અવાજ આવે છે કે અમિત કાકા અમિત કાકા આ વાત સાંભળીને અમિત શાહ પાછળ ફરે છે અને એક સુંદર સ્મિત આપીને અભિવાદન જીલે છે.

ત્યારબાદ સો બાળકો જય શ્રી રામનો નારો લગાડે છે અને અમિત શાહ પણ તેમના પ્રેમ પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કરે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે દેશના ગૃહ મંત્રી હોવા છતાં પણ કોઈ પણ જાતના અભિમાન વગર તેઓએ નિખાલસ રીતે પ્રતિભા વાપી અને તેમના પ્રેમને સ્વીકાર કર્યો કારણ કે આપણે સૌ ગુજરાતીઓ અમિત શાહ ને અમિત કાકા તરીકે જ સંબોધીએ છીએ એટલે જ તેઓ પણ આપણા પ્રત્યે એવો જ પ્રેમ દાખવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!