ગીરના શીંગાળા પરિવારના બે ભાઈઓ બનાવ્યો એવો ગોળ કે દેશ-વિદેશમાં છે આ ગોળની ખુબ માંગ!! હાલ કરે છે કરોડોની કમાણી…
વ્યક્તિ જો ધારે તો કંઈપણ કરી શકે છે, બસ એક તો આત્મવિશ્વાસ અને દ્રઢમનોબળ હોવું જરૂરી છે. આજે અમે આપને બે ભાઈઓની સફળતા વિષે જણાવીશું, આ સફળતા દરેક ગુજરાતીઓ યુવાનો માટે પ્રેરણાદાયક અને પંથદર્શક સમાન છે, આજે આ બન્નેભાઈઓ પોતાની આવડત થકી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે,
સાસણ ગીરની પાસે આવેલ બોરવાવ ગામમાં શિંગાળા પરિવાર રહે છે અને આ પરિવારની ત્રણ પેઢીઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે અને આજે પણ તેઓ ગોળમાંથી બનેલા ઉત્પાદનો વેચવાનું શરૂ કરીને તેમણે પોતાની આવક અનેક ઘણી વધારી દીધી છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, કઈ રીતે બન્નેભાઈઓએ પોતાના પરંપરાગત વ્યવસાયમાં આધુનિકતા લાવીને કરોડોનો બિઝનેસ બનાવ્યો.
શિંગાળા પરિવારના ભાઈઓ પાસે તેમના ગામમાં 70 વીઘા જમીન છે. તેમનો વ્યવસાય ઓર્ગનિક ગોળ વેચવાનો હતું પરંતુ તેમને ગોળને નવીત્તમ વિચાર સાથે વેચવા માંગતા હતા. આ વિચાર હતો કે, ગોળને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરીને વેચીએ. ગોળના પ્રવાહી સ્વરૂપને કાકવી કહેવામાં આવ્યા છે અને આયુર્વેદ પ્રમાણે, તેના અસંખ્ય ફાયદા છે.
આજે આ બને ભાઈઓ ઓનલાઇન સાઈટ દ્વારા ડ્રાયફ્રૂટ ગોળ અને પાવડર ગોળ બનાવીને કમાણી કરી રહ્યા છે. દેશ વિદેશના લોકો પણ ગોળ ઓર્ડર કરે છે, આજે શ્રી ખોડિયાર ફાર્મમાં 130 કર્મચારીઓ કામ કરે છે. આ બનેંભાઈએ પોતાના વિચાર દ્વારા પરંપરાગત વ્યાસાયને એક નવું રૂપ આપીને સારી એવી સફળતા મેળવી છે. ખરેખર જો વ્યક્તિ ધારે તો કંઈપણ કરી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.