Viral video

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કવિરાજનું ઘર આટલું આલીશાન અને ભવ્ય છે, આ જ ઘરમાં વીત્યું કવિરાજનુ જીવન….જુઓ

 

ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર જીગ્નેશ બારોટ આજે પોતાની ગાયિકીના કારણે દેશ વિદેશમાં નામના મેળવી છે, આજે અમે આપને જણાવીશું જીગ્નેશ બારોટના જીવન વિશે તેમજ તેમના ઘર વિશે. હાલમાં સોશિયલ મીડિયા પર તેમના ગામ ખેરાલુમાં આવેલ ઘરનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કવિરાજનું આ ઘર ખૂબ જ આલીશાન છે. આજે તેઓ ભલે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, પરંતુ ખેરાલુ ગામના તેમનું બાળપણ વીત્યું છે.

ચાલો કવિરાજનાં જીવન વિશે જણાવીએ. કવિરાજ જીગ્નેશ બારોટનો જન્મ વર્ષ ૧૯૮૮મા સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખે મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં  થયો હતો. બાળપણથી જ સંગીતક્ષેત્રે ખુબ જ લગાવ હતો. તેમના પિતા હસમુખભાઈ બારોટ, તેમના મોટાભાઈ વિશાલભાઈ બારોટ અને તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે લાંબા સમયથી જોડાયેલા હતા.

બાળપણથી જ તે તેમના પિતા અને કાકા સાથે ભજનના પ્રોગ્રામમાં જતા રંતુ, તેમના ઘરના સદસ્યોની એવી ઈચ્છા હતી કે, તે ભણવામા થોડુ ધ્યાન આપે. ઘર આંગણે યોજાયેલ લગ્નપ્રસંગમાં લગ્નગીત ગાવા આવેલા વિસનગરના સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા કમલેશભાઈને એક ગીત ગાવા માટે વિનંતી કરી હતી. ફક્ત ૧૩ વર્ષની વય ધરાવતા જીગ્નેશ કવિરાજને જોઈ અને કમલેશભાઈ તેને એક ગીત ગાવા માટે આપે છે અને મોકા ઉપર ચોકો મારીને જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનુ ‘લીલી તુવેર સૂકી તુવેર’ગીત ગાય છે. આ કવિરાજ નો અવાજ સંગીત સ્ટુડિયો કમલેશભાઈને ખૂબ જ પસંદ આવી ગયો.

આ પ્રસંગ બાદ કમલેશભાઈ એ તેમને પોતાના સ્ટુડિયો એ આવીને મળવા માટે કહ્યુ. તેમની કારકીર્દીની સૌથી પહેલી ઓડિયો કેસેટ બહાર પડી જેનુ નામ ‘દશામાની મહેર’ છે. આ કેસેટ લોકોને એટલી બધી ગમી કે તે લાખોની સંખ્યામા વહેંચાઈ અને ત્યારબાદ તેમનુ નામ આખા ગુજરાતમા ખૂબ જ લોકપ્રિય બની ગયુ હતુ. કવિરાજ એ માત્ર ૮ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પોતાની કળા થકી જીવનમાં ખૂબ જ નામ મેળવ્યું.

એક સમય એવો હતો કે તેમનું જીવન ગરીબીમાં વીત્યું પરંતું હાલમાં તે વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. તેમની પાસે એક ભવ્ય ઘર અને ફોર્ચ્યુનર અને ઇનોવા કાર પણ છે, અને આજે પણ તેમના ગામ ખેરાલુમાં ખૂબ જ આલીશાન બંગલો આવેલો છે. આ બંગલા પર કવિરાજ નામ લખેલું છે. ખરેખર કવિતાજનું ઘર ખૂબ જ ભવ્ય છે અને અમૂલ્ય પણ કારણ કે આ ઘરમાં કવિરાજ નો ઉછેર થયો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!