પાટણ ની ઓળખ છે સુખડીયા કાકા ના ગોટા ! પાટણ બાજુ જાવ તો એક વાર જરુર ટેસ્ટ કરજો આ જગ્યા પર આવેલી છે લારી..
મિત્રો વાત કરીએ તો ગુજરાત અને ગુજરાતના લોકોની વાતજ અલગ છે, ગુજરાતના મોટા ભાગના લોકો ખાવાપિવા, હરવા ફરવા તેમજ ખુબજ અલગ અલગ શોખ ધરાવે છે. તેમાં જો સૌથી વધુ શોખ હોઈ તો તે ખાવાપિવાનો ગુજરાતના બધાજ શહેરની એક અલગ ઓળખ છે તેમજ નવી નવી વાનગીઓથી પણ શહેર ખુબજ પ્રખ્યાત બની જતું હોઈ છે. વાત કરીએ તો પાટણના ફરાળી ગોટા પણ એટલા જ પ્રખ્યાત છે. નરમ છતાં તેલ ના પકડે અને આંબલીની ચટણી સાથે લોકો આંગળા ચાટી જાય એવા ગોટા બનાવે છે સુખડીયા હસમુખભાઈ. જેમના હાથના બનેલા ગોટા ખાવા દુર દુરથી લોકો આવે છે.
વાત કરીએ પાટણમાઁ આ ફરાળી ગોટાની લારી ત્રણ દરવાજા પાસે આવેલી છે જ્યાં છેલ્લા 15 વર્ષથી સુખડીયા હસમુખ ભાઈના ફરાળી ગોટા ખાવા માટે યુવાનો અને વૃદ્ધો મોટી સંખ્યામાં શ્રાવણ માસ અને દર શનિવારે લાઈનો લગાવે છે. શ્રાવણ માસમાં દરરોજના 15થી 20 કિલો વેચાણ થાય છે અને મહિનામાં 600 કિલો વેચાણ થતું હોય છે. તેમજ ગોટા માટે ચોક્કસ તાપમાન પર તળવાની માસ્ટરી અહીંના કારીગરોને હોવાથી ફરાળી ગોટા આજે પાટણની ઓળખ જાળવી રાખી છે.
આમ હસમુખ ભાઈ સુખડીયાએ જણાવ્યું કે, જે દિવસે વરસાદ હોય ત્યારે વધુ ફરાળી ગોટાનું વેચાણ થાય છે. આ ફરાળી ગોટા 300 રૂપિયા કિલો ભાવે વેચાય છે. આ ફરાળી ગોટા ખાવા માટે દૂરદૂરથી લોકો માટે આવે છે. શ્રાવણ માસમાં ફરાળી ગોટા ખાવાની ભીડ હોય છે જેને લઈ મારા દીકરાઓ પણ મદદમાં આવે છે. આ ફરાળી ગોટા બનાવવા માટે રાજગારનો લોટ, સિગોડાનો લોટ, સીંગદાણા, તેલ, બટાકા,મીઠું અને મરચાનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમજ અહીં ગોટા ખાવા આવતાં બિપિન મોદી, જૈનિષ પટેલ અને વિશાલ પટેલે જણાવ્યું કે, આ સુખડીયા કાકાના હાથના ગોટાની ખાસિયત છે કે, આ ફરાળી ગોટા આંબલીની ચટણી, પાપૈયાનું કચુંબર અને મરચા સાથે આપવામાં આવે છે. આ ફરાળી ગોટા નરમ હોય છે પણ તેને ખાતી વખતે આંગળીઓમાં તેલ ચોંટતું નથી.