Gujarat

ગુજરાત નો અરેરાટી ભર્યો બનાવ ! ત્રણ સગા ભાઈ બહેન સહીત પાંચ બાળકો ડુબી જતા મોત

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવામાં હાલ એક ખુબજ અરેરાટી ભર્યો અકસ્માત સામે આવી રહ્યો છે જેમાં ત્રણ સગા ભાઈ બહેનો સહીત કુલ પાંચ બાળકોનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ થયું છે. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટના સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ માટેજીનસામે આવી રહી છે જ્યા આ ગંભીર અકસ્માત બન્યો છે. ઘટનાની વાત કરીએ તો એકજ ઘરના ત્રણ સગા ભાઈ બહેન સહીત પાંચ ડૂબી જતા મોત નીપજ્યું હતું. આજે બપોર ના સમયે બાળકીઓ અને બાળક તળાવડીમાં ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ તમામ લાપત્તા બન્યા હતા. એક બાળકીના પિતા તળાવ આસપાસ તપાસ કરી રહ્યા હતા ત્યારે જ તળાવમાં મૃતદેહ જોતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેથી એક બાદ એક પાંચેય બાળકોની લાશો મળી આવી હતી. અને આ ઘટના બાદ સમગ્ર ગામમાં અરેરાટી થવા પામી હતી. આ ઘટના બનતાજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.

વાત કરિએ તો આ ઘટનામાં 4 દીકરીઓ અને એક દીકરાનુ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. એકસાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. અને પકરીવારની હાલત રડી રડીને બેહાલ થવા પામી છે. મૃતક પામનાર 1.પ્રિયંકા પારસીંગભાઈ(ઉ.વ.5) 2.દિનકી પારસીંગભાઈ ( ઉ.વ.7) 3.અલ્કેશ પારસીંગભાઈ (ઉ.વ.10) 4.લક્ષ્મી પ્રતાપભાઈ (ઉ.વ.9), 5.સંજલા પ્રતાપભાઈ (ઉ.વ.7).

આમ આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના સરપંચ રંજનબા ઝાલાએ DB ડિજિટલને જણાવ્યું કે, ખેતમજૂરી કામે આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકો રોજ આ તળાવમાં ન્હાવા જતા હતા. અને આજે રોજિંદી ક્રિયા પ્રમાણે આ તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી ચાર બાળકી અને એક બાળકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં બાળકો જોવા ન મળતા એક પરિવારના પિતા પારસીંગભાઇ તળાવ બાજુ છોકરાઓને જોવા જતા તળાવમાં એક બાળકીની લાશને તરતી જોઇને એમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકતો દોડી આવ્યા હતા. લોકોએ પાંચેય બાળકોની લાશોને એક પછી એક બહાર કાઢતા ગરીબ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!