Entertainment

કનોડિયા પરિવારે ઓસ્ટ્રેલીયામાં વટ પાડી દીધો! હિતુ કનોડિયાએ પત્ની અને દીકરા સાથેની આ ખાસ તસવીરો કરી શેર, જુઓ

તમને જાણીને ગર્વ થશે કે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની 5મી સિઝન આ વર્ષે 28થી 30 જૂન દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે યોજાઈ હતી.આ ઈવેન્ટ્સમાં ગુજરાતના લોકપ્રિય કલાકારોએ હાજરી આપી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર અનેક કલાકારોની ખાસ તસવીરો વાયરલ થઇ રહી છે, ત્યારે વધુ હાલમાં જ ગુજરાતના લોકપ્રિય કલાકાર હિતુ કનોડિયાએ આ ઈવેન્ટ્સની ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે.

ગુજરાતી સિમેમના લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયા વિશે જણાવી. પિતા અને મોટા બાપુજીનો વારસો તેમણે બખૂબી નિભાવ્યો છે. કહેવાય છે ને કે, મોરના ઈંડા ચીતરવા ન પડે.ગુજરાતી સિનેમાનાં અભિનેતા હિતુ કનોડિયા એક શ્રેષ્ઠ કલાકાર ની સાથે આજે ઇડર વિધાન સભાના ધારાસભ્ય છે. આજે તેઓ રાજકીય ક્ષેત્રની સાથો સાથ ગુજરાતી સિનેમા સાથે પણ સંકળાયેલ છે. તેમના પત્ની મોના થીબા પણ ગુજરાતી સિનેમાના લોકપ્રિય અભિનેત્રી છે.

હીતું કનોડિયા પિતા નરેશ કનોડિયા તરફથી જ વારસમાં અભિનયની ભેટ મળી હતી.12 ધો થી તેણે ફિલ્મની દુનિયામાં આગમન કર્યું અને તેમને અનેક અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી જેમાં તેમની લોકપ્રિય જોડી હતી મોના થિબા સાથેની જે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. હિતુ કનોડિયા 200 થી વધુ ફિલ્મ કામ કરેલું છે.

ફિલ્મી સફર દરમિયાન જ તેમને અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યા હતા અને આજે તેમને ત્યાં એક દીકરો છે જેનું નામ રાજવીર છે. આજે હિતુ કનોડિયા એક એવા અભિનેતા છે જેમને પોતાના અભિનયની સફર કારકિર્દી બાદ પણ પોતાના પિતા અને બાપુજી અને મા ની સેવામાં જીવન સમર્પિત કર્યું.

આજે તેઓ પોતાનું જીવન દેશ ની સેવા માટે આપ્યું છે. એક શ્રેષ્ઠ અભિનેતાની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રખર રાજ નેતા અને ઇડર ગામના ધારાસભ્ય છે અને લોકો તેમના કાર્ય થી પ્રભાવિત રહ્યા છે. કનોડિયા પરિવાર રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!