વડનગરના ક્ષત્રિય ઠાકોર સમાજે લગ્ન પ્રસંગ માટે એવા નિયમો બનાવ્યા કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે ! લગ્ન મા ડીજે અને વરઘોડો….. જાણો વિગતે
સમયની સાથે ઘણું બદલાતું રહે છે, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે પરંતુ આજના સમય પ્રમાણે દરેક વ્યક્તિ એ દરેક વસ્તુઓ પર અંકુશ રાખવો પણ જરૂરી છે. આપણે જાણીએ છે કે, આજના સમયમાં લોકો લગ્નમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચો માત્ર દેખાડવા માટે કરતા હોય છે. હાલમાં જ વડનગરના ક્ષત્રિય ઠાકોર સમાજે લગ્ન પ્રસંગ માટે એવા નિયમો બનાવ્યા કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે !
આજના સમયમાં દરેક સમાજના લોકો જો આવો નિર્ણય લેવાનું શરૂ કરે તો મધ્યમવર્ગીય અને ગરીબ પરિવારના લોકોને પોતાના સંતાનોના લગ્ન બાબતના ખર્ચની ચિંતાઓ ઘટી જાય. આજના સમયમાં લોકો લગ્નમાં ફાલતુ ખર્ચ કરતા હોય છે, તેમજ જુના રીતિ રિવાજો પણ આજના સમયમાં ભારે પડી જતા હોય છે, એવામાં શ્રી વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજોનો ત્યાગ કરી સમાજમાં એક નવી રાહ ચીંધી છે.
શ્રી વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજના 80 ગામોમાં વસવાટ કરતા સમાજના લોકોઈ નક્કી કર્યું કે, હવેથી લગ્ન પ્રસંગ અને બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવા પર પ્રતિબંધ,લગ્ન પ્રસંગો થતા અન્ય સામાજિક પ્રસંગોમાં યુવાઓ જુગાર રમતા હોય છે તેમજ લગ્ન પ્રસંગોમાં સબધીઓને આપવામાં આવતા ઓઢમણા પ્રથા સહિતના મુદ્દા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે
આ નિયમ 36 ગામોમાં વસવાટ કરતા બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ ના લોકોને લાગુ પડશે. સૌથી ખાસ વાત એ છે કે જોઈ કોઈપણ વ્યક્તિ નિયમ ભંગ કરશે તેવા લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. શ્રી વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જે નિયમો લેવામાં આવ્યા છે, તે આ પ્રકારે છે. હવેથી લગ્ન પ્રસંગે થતા બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવાનું બંધ કરવામાં આવે છે.પરંતુ ઘરે લગ્ન સ્થળે થતા ગામના મંદિરે ધાર્મિક પસંગે અને નવરાત્રી ટાણે સાઉન્ડ વગાડી શકાશે.
જેમ પ્રથા બંધ કરવામાં આવશે તેમજ ગ્ન પ્રસંગે વરઘોડા બંધ કરવામાં આવે છે અને ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવું.પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.મરણ પ્રસંગે ધર ધણી સિવાય બીજા કોઈ એ સોળ લઈ જવી નહિ.સોળના બદલે રોકડાથી વહેવાર કરવો
મરણ પ્રસંગે ધરધણી સિવાયનાઓએ માથે સાડી નાખવાની પ્રથા બંધ કરવામાં આવે છે.તેના બદલે રોકડાથી વ્યવહાર કરવોલગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.તેના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો રહેશે અને લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. ખરેખર સમાજ દ્વારા લેવામાં આવેલ નિર્ણયથી અનેક લોકોને ફાયદાકારક નીવડશે તેમજ અન્ય સમાજના લોકો માટે આ પ્રેરણાદાયી ઘટના છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.