નાના ક્યુટ બાળકે એવા સવાલો ના જવાબ આપ્યા કે વિડીઓ જોઈ ચકીત રહી જશો….જુઓ વિડીઓ
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં એક બાળકનો વિડીયો વાયરલ થઈ રહ્યોં છે. આ બાળકના જવાબો સાંભળીને તમે આશ્ચય પામી જશો. આ ઉંમરે બાળકમાં આટલું જ્ઞાન હોવું એ ખૂબ જ સારી વાત કહેવાય. ખરેખર એ વાત તો સાચી છે કે, જો બાળપણથી જ બાળકમાં સંસ્કારો અને જ્ઞાનનું સિંચન કરવામાં આવે તો તેનું ભવિષ્ય ઉજ્જવળ બને છે અને બાળકનો વિકાસ પણ થાય છે.
આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે ગુજરાતની એક સરકારી શાળામાં એક ટીચર દ્વારા બાળકને સવાલ કરવામાં આવે છે અને આ બાળક ફટાફટ દરેક સવાલોનો સાચા જવાબ આપી રહ્યો છે. આ વીડિયો ગુજરાતના ઉના તાલુકાના ઉનેજ ગામનો છે. ખરેખર આ બાળક ઉનેજ ગામનું ગૌરવ કહેવાય. આ ઉંમરે જો આટલું જ્ઞાન છે તો વિચાર કરો કે ભવિષ્યમાં આ બાળક કેટલો હોંશિયાર બનશે.
વીડિયોમાં શિક્ષક આ બાળકને પૂછે છે કે તારું નામ શું તો બાળક કહે છે કે, વંશ અને ત્યારબાદ તેના મમ્મીનું નામ દક્ષાબહેન, પપ્પાનું નામ ધીરુભાઈ જણાવે છે. જ્યારે ટીચર પૂછે છે કે તમે કેવા તો એ બાળક બોલે છે કે વાળા. અંગત સવાલ કર્યા બાદ બાળકને સામાન્ય સવાલો કરે છે જેમ કે તારું ગામ ક્યુ તો બાળક કહે છે કે ઉનેજ અને ત્યારબાદ તાલુકો અને જિલ્લાનું નામ પૂછે ત્યારે પણ આ બાળક જવાબ આપે છે કે તાલુકો ઉના અને જિલ્લો ગીર સોમનાથ.
જ્યારે શિક્ષક બાળકને ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન વિશે પૂછવામાં આવે છે, ત્યારે પણ બાળક પોતાની કાલીઘેલી ભાષામાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને નરેન્દ્ર મોદીજીનું નામ બોલે છે અને બાળકને એ પણ જવાબ સારી રીતે આપે છે કે ગાંધીજી બાપુએ આપણા દેશની બચાવ્યો અને આઝાદ કર્યા. આ વીડિયો ત્યારે તમે જોશો તો તમને તમારું બાળપણ પણ યાદ આવી જશે.
જ્યારે આપણે આ ઉંમરે શાળા એ જતા તો શિક્ષક કોઈપણ સવાલ કરતાં એટલે નીચુંમાથું નાંખીને અદાપ વાળીને ઊભાં રહી જતા. આ બાળકનો શિક્ષકની સામે આંખોથી આંખો મળાવીને વાત કરતો હોય એવું લાગી રહ્યું છે અને વિડીયોના અંતમાં જ્યારે શિક્ષકે તેને એબીસીડી બોલવાનાનું કહ્યું તો ફટાફટ બાળક બોલી ગયો. ખરેખર આવા બાળકો ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયો દરેક વાલીઓ મારે પ્રેરણાદાયી છે.