અમદાવાદ મા 9 લોકો ને કચડી નાખનાર અકસ્માત નો લાઈવ વિડીઓ વાયરલ ! નબળા હ્દય વાળા વિડીઓ ના જુએ
અમદાવાદ શહેરમાં ,(Ahemdabad city,) બનેલ અકસ્માતે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. આ ગોજારો અકસ્માત એટલો ભયંકર અને ખતરનાક હતો કે એકી સાથે 9 લોકોના જીવ લઈ લીધા અને 10 થી વધારે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. આ બનાવની ચર્ચા ભારતના દરેક શહેરોમાં પણ થઈ રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં આ અકસ્માતનો (Ahemdabad iscon bridge accident) લાઈવ વિડીયો સામે આવ્યો છે.
આ વીડિયો જોઈને તમારું હૈયું કંપી જશે. ખરેખર એક વ્યક્તિની મોજને અનેક લોકોનો ભોગ લેવાઈ ગયો. આ બનાવમાં જાણવા મળ્યું છે. ગોતા વિસ્તારના કુખ્યાત પજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ (Tathypatel ) દ્વારા આ ભયંકર અકસ્માત થયો છે. મીડિયા રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે 160થી વધુ સ્પીડે ગાડી આવીને અને રસ્તા પર ઉભેલ ટોળાને અડફેટે લઈ લેતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.
આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે, રસ્તાની બીજીતરફ એક બાઇક ચાલક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે. વિડીયો જોશો કેઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે અકસ્માત થયો જ્યારે લોકોના ટોળા અકસ્માતના દ્રશ્યો જોતા હતા એ દરમિયાન જ કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર ( Jaguar Car)અંદાજે 160થી વધુની સ્પીડે આવીને આવી અને એકીસાથે આખા ટોળાન અડફેટે લઈ લીધા.
આ બનાવમાં પગેલે ગુજરાતના મુખ્યમંત્રી ( Gujarat CM) શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મૃતકના પરિવારજનો માટે 4 લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્ત વ્યક્તિઓ માટે 50 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે. તેમજ આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે તેમજ પરિવારજનોને (family )આ દુઃખની ઘડીએ સાંત્વના પાઠવી છે. હાલમાં આ બનાવના પગેલે પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી છે. તથ્ય પટેલની લાપરવાહીના કારણે અનેક લોકોનો પરિવાર વેર વિખેર થઈ ગયો હતો.
— Today GUJARAT (@TodayGUJARAT1) July 20, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.