Gujarat

ગઢવી પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો ! દીકરા ના આપઘાત બાદ પિતા એ પણ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો.. પુરી ઘટના જાણી

હાલમાં જ ગઢવી પરીવાર પર દુ:ખ નો પહાડ ટુટી પડ્યો ! દીકરા ના આપઘાત બાદ પિતા એ પણ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લીધો.. પુરી ઘટના જાણીને તમારી આંખોમાંથી આંસુઓ વહી જશે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, કલ્યાણપુર તાલુકાના માળી ગામમાં ગઢવીના યુવાને ઝેરી ટીકડા ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.

વ્હાલ સોયા દીકરાનું નિધન થતા જ પિતાએ પણ પોતાના હાથે ઝેરી ટીકડા ગળી લેતા તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. બાપ દીકરાની એકી સાથે અંતિમયાત્રાથી ભારે કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ દુઃખદ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, પોતાના દીકરાનો મૃતદેહને માળી ગામે આવતાની સાથે જ 60 વર્ષીય પિતા ઓધળભાઇ લખમણભાઇ જામનેઆઘાત લાગત તેમને પણ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. ગંભીર હાલતમાં ખંભાળિયા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.બાપ દીકરાએ આત્મઘાતી પગલું ભરતાની સાથે જ જામ પરિવાર પર જાણે આભ તુટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી અને સમગ્ર ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

બે સંતાનોના પિતા એવા દેવાણંદભાઇ બે ભાઈઓ હતા. મૃતક દેવાણંદભાઇ તથા તેમના પિતાને મિત્ર જેવો વ્યવહાર હતો. જેથી પુત્રનું મૃત્યુ ના જોઇ શકતા પિતાએ પણ મોતનો માર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખરેખર ઈશ્વર બને મૃતકોની આત્માને શાંતિ આપે તેમજ પરિવારને આ દુઃખદ સહન કરવાની શક્તિ આપે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!