1.15 કરોડ રુપીઆનો સોદો કરી ગેરકાયદેસર અમેરીકા જવા નીકળેલ પટેલ દંપતી ભારે ફસાયું ! બની એવી ઘટના કે જાણી ને આંચકો લાગશે
ગુજરાતીઓને વિદેશ જવાનો ભારે ઘેલું ચડ્યું છે. દિવસેને દિવસે અનેક ગુજરાતીઓ અમેરીકા, લંડન, કેનેડા, ઑસ્ટ્રેલિય, આફ્રિકા જેવા દેશોમાં વસી રહ્યાં છે. દરેકને વ્યક્તિને વિદેશની કમાણી કરવી છે પરંતુ વિદેશ ગેરકાયદેસર જવાને કારણે અનેક ગુજરાતીઓ પોતાનો જીવ જોખમમાં પામ મૂકે છે અને સાથોસાથ પૈસા પણ ગુમાવી દે છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે, રૂ. 1.15 કરોડ રુપીઆનો સોદો કરી ગેરકાયદેસર અમેરીકા જવા નીકળેલ પટેલ દંપતી ભારે ફસાયું ! આખી ઘટના કે જાણી ને આંચકો લાગશે.
ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે,
અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિ અમેરિકા પહોચે એ પહેલાં જ તેમનું અપહરણ થઈ ગયું. સૌથી દુઃખદાયી વાત એ છે કે પીડિત
પંકજકુમાર ભરતભાઈ પટેલને ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્યા ઘા મારવામાં આવ્યા છે અને તેને રડતા રડતા પોતાના ભાઈને પોતાનો જીવ બચાવવાનું કહ્યું.
આ બનાવ અંગે પંકજના ભાઈને જાણ થતાં તેને પોલીસમાં ફરિયાદ નોંધાવેલ. પોલીસને જણાવેલ કે, તેમના ભાઈભાઈ
ગાંધીનગર સરગાસણ ખાતેના એજન્ટ સાથે રૂ.1.15 કરોડમાં ગેરકાયદે અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો. તે એજન્ટ એ એવું કહેલ કે તમારા ભાઈ ભાભીને પહેલા હૈદરાબાદ લઈ જવાશે અને ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા, દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલવામાં આવશે. ભાઈને શંક છે કે પંકજનું અપહરણ ઈરાનમાં જ થયું છે.
પંકજને જે રીતે બાથરૂમમાં ઊંધો લટાકવીને મારવામાં આવી રહ્યો છે તેવો વિડીયો પરિવારણ મળ્યો છે અને આ વીડિયોમાં પંકજ પટેલ રડતા રડતા હિન્દીમાં કહે છે કે, જલ્દીથી પૈસા મોકલી આપો નહીંતર આ લોકો મને મારી નાંખશે. આ વીડિયોમાં આરોપી પણ કહે છે કે પૈસા નહીં ડાલો ગે તો ખુદા કી કસમ હમ ઈસકે ગુર્દાક નિકાલ કર બેચ દેંગે, પૈસા ડાલો આગે આપકી મરજી. હાલમાં આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથધરી છે.