દુનિયાના આ ગામ મા લોકો જીવી રહ્યા છે માત્ર એક કીડની પર ! કારણ જાણશો તો ચોંકી જશો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય શરીર કુદરતની સૌથી અણમોલ રચના છે. કુદરત દ્વારા વ્યક્તિ ને એક સમૃદ્ધ શરીર આપવામાં આવ્યું છે. આ શરીર જોવામાં જેટલું સરળ લાગે છે તેની રચના એટલીજ જટિલ છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ઘણી વિકાસ પામી ચુકી છે પરંતુ આજે પણ વિજ્ઞાન મનુષ્ય શરીર ને અમુક અંગને બનાવવામાં અસમર્થ છે. આજ કારણ છે કે આપણે સૌ આપણા શરીરના મહત્વ ને જાણવું જોઈએ.
આપણે શરીર માં રહેલા અલગ અલગ અંગ અમુક કર્યો કરે છે જેના કારણે આપણે આરામથી જીવન જીવી શકીએ છીએ. માટે જ આપણા શરીર ના દરેક અંગ જીવન જીવવા માટે ઘણા જરૂરી છે. તેવામાં આપણે અહી એવા ગામ વિશે વાત કરવાની છે કે જેમના શરીર માં બે નહિ પરંતુ એક કીડની જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય શરીર માં બે કીડની હોઈ છે પરંતુ આપણે અહી એવા ગામ વિશે વાત કરવાની છે, કે જ્યાં ના મોટા ભાગના મહિલા અને પુરુષના શરીરમાં માત્ર એક જ કીડની જોવા મળે છે.
જેની પાછળ નું રહસ્ય જણસો તો ચોકી જાસો. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. આપણે અહી જે ગામ વિશે વાત કરવાની છે તે ગામ ભારત નહિ પરંતુ અફઘાનિસ્તાન માં આવ્યું છે આ ગામનું નામ શેનશાયબા બાજાર છે કેજે અફઘાનિસ્તાન ના હેરાત શહેરમાં આવ્યું છે. આ ગામ ના લોકો એક કિડનીના કારણે ઘણા જાણીતા છે. જોકે ગામના લોકો માં એક કીડની હોવી એ કોઈ શરીરક સમસ્યા નહિ પરંતુ તેમની મજબૂરી છે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણે એક કીડની પર પણ જીવન વ્યતીત કરી શકીએ છીએ. જો વાત આ ગામ અંગે કરીએ તો એક કીડની પાછળ તેમનું આર્થિક કારણ જવાબદાર છે. ગામના લોકો ઘણા જ ગરીબ છે તેમની પાસે રોજગાર નથી અને તેઓ પોતાના પરિવાર ને જીવિત રાખવા માટે બે વાર નું ભોજન જમાડી શકે તેટલા પણ તેમની પાસે પૈસા નથી.
માટેજ ગામના લોકો પોતાનું ગુજરાન ચલાવવા અને ભોજન મેળવવા માટે પોતાના શરીર માંથી એક કીડની કાળા બજાર માં વેચી લેછે અને તેમાંથી આશરે અઢી લાખ જેટલી રકમ મેળવે છે આમ તેઓ કીડની વેચીને પૈસા કમાય છે અને ગુજરાન ચલાવે છે. તેમાં પણ જ્યારથી અફઘાનિસ્તાન પર તાલીબાને પોતાની પકડ જમાવી છે ત્યારથી આ વિસ્તારની હાલત વધુ ગંભીર બની છે.