અનંત અને રાધિકાના પ્રી વેડિંગ વેન્યુંની તસવીરો આવી સામે! ક્રૂઝના લકઝ્યુરિયસ રૂમોમાં આપ્યો મહેમાનોને ઉતારો..જુઓ ખાસ તસવીરો
અનંત અને રાધિકાનું સેકન્ડ પ્રિ વેડિંગ સેલિબ્રેશન ઇટાલીથી ફ્રાન્સ સુધી લક્ઝુરિયસ ક્રુઝમાં યોજાશે. આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન 29 જૂનથી 1 જૂન સુધી ચાલશે.આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં પણ દેશ વિદેશના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર લક્ઝ્યુરિયસ ક્રુઝની અંદરની ખાસ તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં જોઈ શકશો કે મહેમાનોને ખુબ જ આલીશાન રૂમમાં ઉતારો આપવામાં આવ્યો છે.
જામનગરમાં પણ મહેમાનો માટે લક્ઝ્યુરિસ ટેન્ટ બનાવવામાં આવ્યા હતા એવી જ રીતે દરેક પ્રકારની સુવિધાઓ સાથે લક્ઝુરિયસ ગેસ્ટ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે.તમામ મહેમાનોએ ઇટાલીના સિસિલીના શહેર પાલેર્મોમાં પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવાનું રહેશે. તમામ મહેમાનોને 29મી મેના રોજ ક્રુઝમાં બેસવાનું થશે. આ જ દિવસે ક્રુઝ પર વેલકમ લંચ થીમ સાથે શરૂ થશે.
29 મેની સાંજે થીમ “સ્ટેરી નાઇટ” છે જે બીજા દિવસે “એ રોમન હોલીડે” થીમ સાથે આગળ વધશે. 30 મેની રાત્રિની થીમ “લા ડોલ્સે ફાર નિએન્ટે” છે અને તે પછી બપોરે 1 વાગ્યે “ટોગા પાર્ટી” થશે. બીજા દિવસની થીમ છે “વી ટર્ન વન અન્ડર ધ સન,” “લે માસ્કરેડ,” અને “પાર્ડન માય ફ્રેન્ચ.” છેલ્લા દિવસે એટલે કે શનિવારે, થીમ ઇટાલિયન ઉનાળાના ડ્રેસ કોડ સાથે “લા ડોલ્સે વિટા” હશે. આ કાર્ડ બાદ હવે ફેન્સ આ ફંક્શનની તસવીરોની રાહ જોઈ રહ્યા છે.
આ પ્રિવેડિગ પહેલા જ રાધિકા મર્ચન્ટ પોતાના પરીવાર સાથે ઇટલી જવા રવાના થઇ ગયા છે તેમજ સલામન ખાન, ધોની અને અનિલ અંબાણી સહીત અન્ય લોકો પણ પ્રિ વેડિંગ સેલિબ્રેશન માટે રવાના થયા છે. આ પ્રિ વેડિગ સેલિબ્રેશન જામનગરમાં આયૉજીત પ્રિ વેડિંગ સેલિબ્રેશનથી પણ વધુ ભવ્ય હશે. ખરેખર આ પ્રિવેડિંગ સેલિબ્રેશનની તસવીરો જોવા પણ સૌ કોઈ આતુર છે. અંબાણી પરિવારના ઘર આંગણે દરેક પ્રકારના પ્રસંગો ખુબ જ ભવ્ય હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.