ચોરવાડમાં અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ પ્રસંગે યોજાયેલ ભવ્ય લોક ડાયરાની તસવીરો આવી સામે, કિર્તીદાન ગઢવી સહિત આ કલાકારો રહ્યા હાજર, જુઓ તસવીરો
જામનગર ખાતે અંબાણી પરિવારનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન પૂર્ણ થઈ ગયું છે છતાં પણ અંબાણી પરિવાર દ્વારા પ્રિ વેડિંગ સેલિબ્રેશનના ભાગરૂપે ભવ્ય આયોજન થઈ રહ્યા છે. હાલમાં જ ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડ ખાતેપ્રિ-વેડિંગ સેલિબ્રેશનના ભાગ રૂપે મુકેશ અંબાણીએ પોતાના વતન ચોરવાડ ખાતે સમસ્ત ગામજનો માટે ભોજન સમારંભ તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખરેખર આ ભવ્ય આયોજન પરથી એ ચોક્સસ સાબિત થાય છે કે, અંબાણી પરિવાર પોતાના વતનના લોકોને શુભ પ્રસંગે નથી ભૂલ્યા. આ ભવ્ય લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી સહિત અલ્પાબેન પટેલ અને બ્રીજદાન ગઢવી ખાસ હાજર રહ્યા હતા. હાલમાં જ લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી એ આ ભવ્ય લોક ડાયરાની ખાસ તસવીરો શેર કરી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, મુકેશભાઈ અંબાણીએ પોતાના પિતા ધીરુભાઈ અંબાણી અને માતા કોકિલાબેન અંબાણીની લગ્નની વર્ષગાંઠના દિવસે જ ચોરવાડ ખાતે અનંત અને રાધિકાના પ્રિવેડિંગ સેલીબ્રેશના ભાગરૂપે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય લગ્નમાં તમામ કલાકારોએ ગુજરાતી લોક ગીતો અને ભજનની રમઝટ બોલાવીને સૌ ચોરવાડવાસીઓ તેમજ આસપાસના કલાકારોને મત્રમુંગ્ધ કર્યા હતા. ખરેખર આ ભવ્ય લોક ડાયરો સૌ ચોરવાડવાસીઓ માટે યાદગાર બની રહેશે
. ખરેખર મુકેશ અંબાણી એ પોતાના ગામ ખાતે આ ભવ્ય આયોજન કરીને એ સાબિત કરી બતાવ્યું છે કે, તેમના ઘર આંગણે જ્યારે આવો રૂડો એવા આવ્યો ત્યારે પોતાના ગામના લોકોને પણ યાદ રાખ્યા અને તેમના માટે ખાસ ભોજન સમારંભ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન રાકવામાં આવ્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.