સુરત ના પોલીસકર્મી એ એવું કામ કર્યુ કે ચારે કોર વાહ વાહી થઈ ગઈ! જાણો શુ ઘટના બની….
પોલીસ દ્વારા અનેક સરહાનિય કામગીરી કરવામાં આવે છે, ત્યારે હાલમાં જ એક ઘટના બની છે. વાત જાણે એમ છે કે પોલીસની બહાદુરીના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. પોલીસકર્મીની બહાદુરી અને સતર્કતાથી વૃદ્ધને બહાર કાઢવામાં સફળતા મળી છે. ફાયર ટીમ પહોંચે ત્યાં સુધીમાં વૃદ્ધ પાણીમાં ડૂબીને મોત થઈ શકે એવી હાલત હતી પણ પોલીસ ઓફિસર દેવદૂત બની આવ્યો.
આ ઘટના સુરત શહેરની છે. સૂત્ર દવારા જાણવા મળ્યું છે કે સુરતમાં પોલીસકર્મીની સતર્કતા અને બહાદુરીને કારણે એક વૃદ્ધનો જીવ બચ્યો છે. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસકર્મીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
ફેસબુક પર વીડિયો અપલોડ કરનાર યુવકે લખ્યું કે- સુરતના ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશનની PCR માં ફરજ નિભાવતા કર્મવીર પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુ એ ડૂબતા વૃદ્ધને બચાવ્યા. ગઈકાલે સાંજે સિંગણપુર કોઝવે માં એક વૃદ્ધ ડૂબી રહ્યા હોવાનો કંટ્રોલ રૂમને ફોન કોલ મળ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે માત્ર સાત મિનિટમાં ઘટના સ્થળે પહોંચીને ઘટનાને પારખી જઈને પીસીઆરના ડ્રાઇવર ચિંતન રાજ્યગુરુ એ બહાદુરી બતાવીને વૃદ્ધને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. પોલીસ તેમજ સ્થાનિક વ્યક્તિની મદદથી વૃદ્ધને પાણીની બહાર સહી સલામત કાઢી 108 માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.