અંકલેશ્વર : શિક્ષક દંપતીને દીકરી માટે ઘર લેવું પડ્યું ભારે! 29 લાખ રૂપિયા સાથે મકાન એ ગુમાવ્યો, જાણો કઇ રીતે છેતરાયા…
છેતરપિંડીના અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો તમે ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ ઘટના તમારા માટે ચેતવણી સમાન છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે એક શિક્ષક દંપતીએ પોતાની દીકરી માટેઘર લેવાનું વિચાર્યું હતું પણ એક વ્યક્તિ એ તેમની સાથે એવી છેતર પિંડી કરી કરી કે જાણીને આંચકો લાગશે.
અંકલેશ્વર પુનિત નગર ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક દલપતસિંહ ચૌહાણ અને તેમના પત્ની મનુબેન ચૌહાણએ દીકરીને ઘર આપવાની ઈચ્છા થતા બાજુમાં આવેલ શ્રીધર કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું. 29 લાખમાં મકાનનો સોદો થયો હતો. જેમાં 13 લાખ રૂપિયા રોકડા અને 16 લાખ રૂપિયા ચેક થી આપવાનું નક્કી કરાયું હતું.
આરોપી ચેતન પટેલ 30 દિવસમાં તમામ રૂપિયા નહિ આપો તો 50 હજાર રૂપિયા વધુ આપવા પડશે. જેથી શિક્ષક દંપતીરોકડા આપ્યા હતા.ચેતન પટેલ એ દસ્તાવેજ કરવા માટે દંપતીને હેરાનગતિ શરુ કરી હતી અને અંતે દસ્તાવેજ ખોવાઈ ગયો હોવાનું જણાવી ને મકાનના જુના માલિકના દસ્તાવેજ આધારે દસ્તાવેજ કરી આપ્યો હતો. જે આધારે દલપતસિંહ ચૌહાણ અત્યાર સુધી મકાનનો વેરો ભરપાઈ કરતા હતા.
તા17 મી જાન્યુઆરીના રોજ બેંક ઓફ બરોડા બાકી પડતી લોનની ઉઘરાણી માટે કર્મચારીઓ મોકલ્યાં હતાં કારણ કે તપાસ કરતાં ચેતન પટેલ આ મકાન પર મોર્ગેજ લોન લીધી હોવાની વિગતો સામે આવી હતી. લોનના 12.84 લાખ રૂા. ભર્યા ન હોવાથી મકાન જપ્ત કરવાની કાર્યવાહી બેંકે શરૂ કરી છે.