રડાવી દે તેવો વિડીઓ ! પ્રેમ લગ્ન બાદ પિતા દીકરીને પગે લાગી આજીજી કરતા રહ્યા પણ દીકરી પ્રેમી સાથે ચાલી ગઈ….જુઓ વિડીઓ
એક વાત તો સત્ય છે કે, પ્રેમમાં પડ્યા પછી વ્યક્તિ આંધળા થઇ જાય છે. હાલમાં જ એક આવી એક શરમજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, દીકરીના પ્રેમ લગ્ન બાદ પિતા દીકરીને પગે લાગી આજીજી કરી રહ્યા છે પણ દીકરીએ માતા-પિતાને ઓળખતી નથી એવું કહીને પ્રેમી સાથે ચાલી ગઈ. આ વીડીયો જોઈને કોઈની પણ આંખમાંથી આંસુઓ આવી જાય.
ચાલો અમે આપને જણાવીએ કે આ ઘટના ક્યાંની છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે આ ઘટના દિયોદર તાલુકાના રૈયા ગામની છે. આ ઘટના જોઈને કોઈપણ માતા-પિતા એટલું કહેશે કે આવા સંતાન હોવા કરતા તો વાંજીયાપણું વધુ સારું. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયક છે. જે દીકરીને માતા-પિતાએ જીવન આપ્યું અને તેની પરવરીશ કરી એજ દીકરી બે ઘડીના પ્રેમ ખાતર જો પોતાના માતા-પિતાને ઓળખવાની ના કરી દે તો આવી દીકરીને તો આપણે શું કહેવું?
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પોતાની દીકરીને મનાવવા માટે પિતા દીકરીના પગે પકળીને મનાવતા રહ્યા પણ દીકરીની હૈયું એકવાર પણ ના પીગળ્યું અને પોતાના પ્રેમી સાથે ચાલી નીકળી. આ બનાવમાં જાણવા મળ્યું છે કે, યુવતીના લગ્ન સગા મોટા ભાઈના સાટામાં સગાઈ કરાઈ હતી પરંતુ યુવતીને તેના જ સગા નાનાભાઈના સાળા સાથે પ્રેમ થઇ જતા તેના સાથે જ ભાગી પ્રેમ લગ્ન કર્યા અને આ કારણે દીકરીને નાના ભાઈના સાટામાં સગાઈ થઈ હતી અને ત્યાં પરણાવવાની હતી.
યુવતીના મોટાં ભાઈ પણ કેન્સર પીડિત છે. દીકરીએ બીજા સાથે લગ્ન કરતા મોટા ભાઈ અને નાના ભાઈના ઘરસંસારમાં પર માઠી અસર પહોંચે એમ હોવાથી માતા-પિતા દીકરીને મનાવતા રહ્યાં પરંતુ પોતાના માતાપિતાની ઇજ્જતનું વિચાર્યા વગર પોતાના પ્રેમી જોડે ચાલી ગઈ. પ્રેમ એ નથી કે પામી લેવો.સગા માતા પિતાનું હૈયું દુભાવીને પ્રેમને પામીને જીવનમાં ક્યારેય સુખી ના થવાઈ. દરેક દીકરી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ખરો પ્રેમ માતા-પિતા અને ભાઈબ-બહેન સાથે જ હોય છે અને માત્ર બે ઘડીના આકર્ષણને પ્રેમનું નામ આપીને આવું પગલું ક્યારેય ન ભરવું જોઈએ.