મહિલા પ્રેમી સાથે મેળાની મોજ માણવા ગઈ પણ પતિએ ફિલ્મી ઢબે એવું કાવતરું ઘડ્યું કે જાણીને હૈયું કંપી જશે..
આજના સમયમાં આત્મહત્યાના અને હત્યાના બનાવો સૌથી વધુ બને છે, તેનું કારણ મુખ્યત્વે પ્રેમ અને લગ્ન બાદના અનૈતિક સંબંધના લીધે થતા હોય છે. હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. મોડાસર ગામમાં અત્રેશ્વર મહાદેવ મંદિરે 3 દિવસથી ચાલતા મેળાનો ગુરુવારે લોહિયાળ અંત આવ્યો હતો.
મોડાસર ગામનાં હેતલબહેનનાં બાવળા ખાતે દીપક મકવાણા સાથે લગ્ન થયાં હતાં. પતિ સાથે અણબનાવ થતાં હેતલબહેન સંતાનને લઈને પિયરમાં રહેતાં હતાં. હેતલબહેનને પિંપણ ગામના 24 વર્ષીય પૂનમભાઈ ઉર્ફે જિજ્ઞેશ કાંતિભાઈ સોલંકી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.પતિ દિપક મકવાણાને વાતની જાણ થતાં લાલચોળ થઇ ગયા હતા. આ દરમિયાન બનાવ એવો બન્યો કે
મેળામાં પત્ની હેતલબહેન તેના પ્રેમી પૂનમભાઈને મળવા જશે, તેવી શંકા થઇ હતી.દિપકે બંનેને મેળામાં ભેગા મળે તો પૂનમભાઈને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો હતો.દરમિયાન પૂનમભાઈ મેળામાં આવતાં જ દિપકે તેનો પીછો કર્યો હતો. પૂનમભાઈ હેતલબહેનને મળ્યા અને બંને વાત કરતાં જોઈને દિપક ઉશ્કેરાઈ ગયો હતો અને પૂનમભાઈને પાછળથી પકડી છરીના ધા માર્યા હતા મેળાના બંદોબસ્તમાં તૈનાત પોલીસર દિપક મકવાણાને છરી સાથે પકડી પાડ્યો હતો.
ઈજાગ્રસ્ત પૂનમભાઈને તાત્કાલિક બાવળા હૉસ્પિટલ ખસેડ્યા હતા પણ સારવાર દરમિયાન પૂનમભાઈનું મૃત્યુ થયું હતું. આરોપી દિપકને પકડવા પોલીસે 3 ટીમ બનાવી હતી. દરમિયાન દિપક બાવળા પોલીસ સમક્ષ હાજર થયો હતો. હાલમાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.