યુવક દુબઈથી લાખો રુપીઆનુ સોનું છુપાવીને એવી રીતે લાવ્યો ભલભલા ગોથું ખાઈ જાય પરંતુ કસ્ટમ ઓફિસરે પોલ ખોલી નાખી ! જુઓ વિડીઓ
અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમા વિદેશ થી આવતા પેસેન્જર કોઈ ને કોઈ ને કોઈ રીતે દાણ ચોરી કરી ને સોનું અને કીંમતી ચીજ વસ્તુઓ છુપાવી ને લાવતા હોય અને છુપાવી ને લાવવા ભાટે અવ નવા કીમીયા ઓ અપનાવતા હોય ત્યારે હાલ જ એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક યુવાન ચોકલેટ અને ટોફીમાં 19 લાખ રૂપિયાનું સોનુ છુપાવી ને વાવતો હતો જેને કસ્ટમ વિભાગ એ ઝડપી લીધો છે.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો આ કિસ્સો મુંબઈ ના એરપોર્ટ પર બન્યો હતો જેમા દુબઈ થી મુંબઇ ની ફ્લાઇટ મા આવેલા એક યુવાન પર કસ્ટમ ઓફિસર ને શક જતા તેની સઘન તપાસ હાથ ધરી હતી જેમા યુવાન ના બેગ મા ચોકલેટ અને શર્ટ હતા પ્રથમ નજરે સામાન્ય લાગે પરંતુ બરોબર તપાસ કરતા ઓફિસરો પણ ચોંકી ગયા હતા.
ચોકલેટ ના રેપર તરીકે સોનું ચડાવેલું હતુ આટલુ જ નહી શર્ટ ના બોક્સ મા પણ સોનુ છુપાવેલું હતુ આ કાર્યવાહી મા કુલ 24 કેરેટનું 369.70 ગ્રામ સોનું જપ્ત કરવા મા આવ્યુ હતુ જેની બજાર કિંમત અંદાજીત લગભગ 18,89.014 રૂપિયા થાય છે. હાલ આ વિડીઓ સોસીયલ મીડીઆ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે ઈન્ટરનેટ પર મુંબઈના કસ્ટમ ડિપાર્ટમેન્ટે ટ્વિટર હેન્ડલ પર પણ આ વિડીઓ પોસ્ટ કરાયો છે અને આ ઘટના 27 સપ્ટેમ્બર હોવાનું જણાવ્યુ છે.
(2/4) pic.twitter.com/sttKyPPlZj
— Mumbai Customs-III (@mumbaicus3) September 28, 2022
(3/4) pic.twitter.com/TaWX1kbZcI
— Mumbai Customs-III (@mumbaicus3) September 28, 2022