Gujarat

સુરતના યુવાનનું ગરબે રમતા રમતા જ મોત થયું ! બની એવી ઘટના કે જાણીને….

હાલમાં દિવસેને દિવસે એવા અનેક બનાવો આવી રહ્યા છે કે, યુવામો ગરબે રમતા રમતા મૃત્યુને ભેટ્યા હોય. હાલમાં જ સુરતના યુવાનનું ગરબે રમતા રમતા જ મોત થયું ! બની એવી ઘટના કે જાણીને તમે પણ ચિંતામાં મુકાઈ જશો. વાત જાણે એમ છે કે હાલમાં સૌ ગુજરાતીઓ નવરાત્રીની તૈયારીઓ કરવા માટે ગરબા કલાસીસ કરી રહ્યા છે અને દર વર્ષે લોકો નવરાત્રી પહેલા ગરબા શીખે છે.

હાલમાં જ સુરતમાં 26 વર્ષીય યુવક સાથે એવો બનાવ બનયો કે યુવાન ગરબા રમતા રમતા જ અચાનક ઢળી પડ્યો હતો. તાત્કાલિક સારવાર માટે દાખલ કરેલ પરંતુ તબીબે યુવકને મૃત જાહેર કર્યો છે. એકના એક દીકરાના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

મૃતક યુવાન પરિવારનો એકનો એક દીકરો હતો તેમજ યુવાન શો રૂમના સર્વિસ સ્ટેશનમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. સૌથી દુઃખદ વાત એ કે યુવાન ડિસેમ્બર મહિનામાં લંડન મિકેનિકલ વિષય પર માસ્ટર કરવા જવાનો હતો. લંડન જતા પહેલા નવરાત્રીની ઉજવણી કરવા માંગતો હતો પણ નોકરી પરથી આવ્યા બાદ પાલ કોમ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો.

પ્રથમ રાઉન્ડમાં થાકી ગયા બાદ ખુરશી પર બેઠાની બીજી સેકન્ડમાં જ રાજ ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.પ્રાથમિક તારણ હાર્ટ-એટેક કહી શકાય. જોકે સેમ્પલ લઈને મોકલવામાં આવ્યાં છે. રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ સામે આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!