સુરતમાં એવા એવા હીરા બને છે કે જોઈ ને તમે પણ કહેશો કે વાહ કારીગર હોય તો સુરત જેવા…જુઓ વિડીઓ
સુરત શહેર એટલે ડાયમંડ સીટી. (Surat city diamond ) સુરતમાં જેવા હીરાના ઘાટ ઘડાય છે, એવા હીરા બીજે ક્યાંય નથી ઘડાતા. સુરત શહેર ભારતમાં ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે અને આ જ કારણે સુરત વિશ્વભરમાં ડાયમંડ માટે પ્રખ્યાત છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે ડાયમંડની ડિઝાઇન જોઈને આશ્ચય પામી જશો.
ખરેખર એક થી એક હીરામાં એવી કલાકારી (Artsitis)કરવામાં આવી છે કે, તમારી નજર પણ કામ નહીં કરે કે આખરે આ હીરાને આવો આકાર કેમ આપવામાં આવ્યો છે. સુરત શહેરમાં અનેક વરસોથી લોકો હીરા ઘસવાના કામમાં લાગ્યા હતા અને એ સમયમાં રત્નકલાકારોની (Ratna kalakar) બોલબાલા હતી. આજે હીરાનું નામ આવતા જ સુરત શહેરનું નામ મોખરે આવે છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, અનેક ડિઝાઇનમાં હીરાને (Diamond disgine) રંગરૂપ આપવામાં આવ્યાં છે. જેમાં તમે જોઈ શકશો કે, માછલી, લિપ્સ, કમળ, હોર્સ જેવા આકારો આપવામાં આવ્યાં છે. આ તમામ ડિઝાઇન જોઈને વિચારમાં પડી જશો કે, આખરે આ આકાર કઈ રીતે આપવામાં આવ્યાં હશે. ખરેખર સુરતના રત્નકલાકારોની વાત જ ન થાય. આ વીડિયો કોઈપણ વ્યક્તિને અંચબામાં મૂકી દે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.