માં ખોડીયાર હાજરા હજૂર છે, એક એવું મંદિર કે, જ્યાં આરતીવેળાએ સોનાની નથવાળી મગર દર્શન આપે છે, જુઓ વિડિયો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સૌરાષ્ટ્રની ભૂમિ અત્યંત પવિત્ર છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, એક મગર નદીમાં કિનારે આવે છે, અને મંદિરના પૂજારી પાસે આવીને ફરી જતો રહે છે. લોક વાયકા પ્રમાણે કહેવાય છે કે, સોનાની નથવાળો આ મગર આરતી સમયે બહાર નીકળે છે અને સૌ ભાવિ ભક્તો આ મગરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકામાં આવેલ સુંવાળા ગામનાં આઈ ખોડલમાન સાનિધ્ય અતિ અલૌકિક છે. અહીંયા મગર સવાર અને સાંજે આરતીના સમયે દર્શન આપવા માટે આવે છે. આ મગર માતાજી નાં દર્શન કરવા એક અનેરો લાહ્વો છે.ખરેખર આ જગ્યામાં અનેક પૌરાણિક કથા જોડાયેલ છે. આ મંદિરમાં મા ખોડલ માતાજી ની સાથો સાથ ભવાનીમાં અને વાઘેશ્વરીમાં તેમજ ખોડલ મા બિરાજમાન છે.
જ્યારે ખોડિયાર માતાજી ને રસ્તો નહોતો જડતો ત્યારે મા મગર અશ્વારી બનીને આવ્યા અને અહીંયા જ મગરના નાકમાં સોનાની નથણી પહેરવામાં આવી છે. આ દિવ્ય સાનિધ્યમાં મગર માતાજી આજે પણ ભાવિ ભક્તોને દર્શન આપે છે. એવું કહેવાય છે કે આ ગુણો આદિ અનાદિ કાળ થી છે. નિત્ય સવાર અને સાંજની આરતી સમયે મગર માતાજી ભક્તોને દર્શન આપવા માટે આવે છે. આ ક્ષણ ભક્તો જ્યારે પણ આવે છે.
સૌ ભાવિ ભક્તો આરતી નો લ્હાવો લેવાનું ભૂલતા નથી. આ મગર માતાજીનું નામ પણ આરતી જ પડવામાં આવ્યું છે. આ દિવ્ય સાનિધ્ય ની એકવાર અચૂક મુલાકાત લેવી જોઇએ. એક તો તમને ગીર નું જંગલ અને મંદિરની પવિત્રનો અનુભવ થશે. અહીંયા માતાજી વાજીયાપણું દૂર કરે છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.