ભૂલથી પણ નહીં ભુલાય કચ્છની આ કડવી યાદો !! વર્ષ 2001 માં આજના જ દિવસે કુદરતે હજારો જિંદગી છીનવી હતી..મૌતનો કુલ આંકડો જાણી આંખો ફાટી જશે
26 જાન્યુઆરી 2001ના રોજ દેશ 52મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો હતો. તે દિવસે ગુજરાતમાં એક દુઃખદ ઘટના બની અને આ ઘટનાને કારણે વિશ્વભરમાં દુઃખની લાગણી છવાઈ ગઈ. ભૂકંપમાં કારણે કચ્છ અને ભુજ શહેરમાં ભારે વિનાશ સર્જાયો તેમજ અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. વરસો વીતી ગયા હોવા છતાં પણ જ્યારે ૨૬મી જાન્યુઆરી આવે છે, ત્યારે ફરી એ દુઃખદ ઘટના નજરે આવી જાય છે કારણ કે આ લગભગ 8,000 ગામડાઓમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ઘણા લોકોના ઘર ધરાશાયી થઈ ગયા હતા અને લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ કળવી યાદો આજે પણ લોકો નથી ભૂલી શક્ય ચાલો અમે આ બ્લોગ દ્વારા તમને ભૂકંપ વિશે માહિતી જણાવીએ.
આ ભૂકંપ વિશે વિગતવાર જાણીએ તો ૨૦૦૧ ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ એ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના ભચાઉ ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે હતું.આ ધરતીકંપ ૭.૭ માપનો હતો. ગુજરાત ભારતીય તકતી અને યુરેશિયન તકતીઓની સીમાઓથી ૪૦૦ કિમી અંદર આવેલું છે, પરંતુ આ તકતીઓ વચ્ચે સતત સીમા પર અથડામણ થતી રહે છે.
જ્યુરાસિક યુગમાં ગોંદવાના ખંડના ભંગાણ સમયે, આ વિસ્તાર પશ્ચિમ-પૂર્વ પ્રવાહના કારણે ભારે અસર પામ્યો હતો. યુરેશિયા તકતી સાથેના અથડામણના કારણે આ વિસ્તારની તકતીમાં ટૂંકા ગાળાના ભંગાણો તેમજ નવા ભંગાણો પડ્યા હતા. મધ્ય કચ્છમાં આને સંબંધિત ભંગાણો પડ્યા હતા. આ ભાત ૧૮૧૯માં આવેલા કચ્છના રણના ધરતીકંપ સાથે સંબંધિત છે. ૨૦૦૧નો ધરતી કંપ પહેલાં અજાણ્યા એવા દક્ષિણ ભંગાણને કારણે ઉદ્ભવ્યો હતો.
આ ભૂકંપમાં થયેલ વિનાશ અંગે જાણીએ તો ભુજ શહેર, જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર ૨૦ કિમી દૂર હતું, તે મોટાભાગે નાશ પામ્યું હતું. ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર, ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી. આ ગામોમાં લાખો ઘરો જેમાં ઐતહાસિક ઇમારતો અને પર્યટક સ્થળોનો સમાવેશ થતો હતો – પણ નાશ પામ્યા હતા.ધરતીકંપને કારણે ભૂજના ૪૦ ટકા ઘરો, આઠ શાળાઓ, બે હોસ્પિટલ અને ૪ કિમીનો માર્ગ નાશ પામ્યો હતો. શહેરનું ઐતહાસિક સ્વામીનારાયણ મંદિર, ઐતહાસિક કિલ્લાઓ, પ્રાગ મહેલ અને આયના મહેલ પણ ભારે નુકશાન થયું હતું.
કચ્છમાં ધરતીકંપને કારણે ૬૦ ટકા ખોરાક અને પાણીનો પુરવઠો અને આશરે ૨,૫૮,૦૦૦ ઘરો નાશ પામ્યા હતા – જે જિલ્લાના ૯૦ ટકા ઘરો હતા. ભૂજની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ પણે નાશ પામી હતી. ભારતીય સૈન્યે તાત્કાલિક મદદ પૂરી પાડી હતી અને ત્યારે બાદ રેડ ક્રોસ અને રેડ ક્રિસેન્ટ જેવા આંતર રાષ્ટ્રીય સંગઠનો મદદે આવ્યા હતા. રેડ ક્રોસની કામચલાઉ હોસ્પિટલ જ્યાં સુધી નવી હોસ્પિટલ બંધાઇ નહી ત્યાં સુધી ભૂજમાં કાર્યરત રહી હતી.
આજતક ન્યુઝના અહેવાલ પ્રમાણે આ વિનાશક ભૂકંપના કારણે કચ્છ અને ભુજમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા આ સિવાય આ ભૂકંપના કારણે 1.5 લાખથી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ 4 લાખ ઘર ધરાશાયી થઈ ગયા હતા. એક ભૂકંપના કારણે કચ્છ ભુજ શહેર જમીનમાં સમાઈ ગયું હતું પરંતુ આ આજે કચ્છ અમે ભૂજ એક નવા જ રંગ રૂપ સાથે ગુજરાતનું સૌથી આકર્ષણનું કેન્દ્ર છે, કારણ કે ભુંકપ ની ઘટના બાદ ગુજરાતના મુખ્ય મંત્રી પદે મોદીજી આરૂઢ થયા અને કચ્છ ને ભુજમાં થયેલ વિનાશ ફરી એકવાર બન્ને શહેરને જીવંત બનાવ્યાં આજે પણ તમામ લોકો કચ્છના આ ભૂકંપની ઘટનાને ભૂલી નથી શક્યા તેમજ આ દુઃખદ ઘટનાની સ્મૃતિ રૂપે કચ્છમાં સ્મૃતિ સંગ્રહાલય બનાવવામાં આવેલું છે, જ્યાં કચ્છના ભૂકંપને નજરે નિહાળી શકો છો.
Source Wikipedia
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.