Useful information

માર્કેટના આ પાંચ સ્ટોક વર્ષ 2023 માં અપાવી શકે છે અઢળક નફો!! એક વખત જરૂર જાણી લેજો આ તમામ સ્ટોક વિશે…

હાલમાં જો તમે શેર બજારમાં ઈન્વેસમેન્ટ કરવાનું વિચારી રહ્યાં છો, આજે અને આપને સૌથી ખાસ પાંચ શેર વિષે જણાવીશું, જેમાં તમારે જરૂરથી રોકાણ કરવું જોઈએ. આ પાંચ કંપનીના શેર શા માટે ખરીદવા જોઈએ તેના વિષે જાણીએ.

Maruti Suzuki target price :મારુતિ સુઝુકી : સૌથી મોટી પેસેન્જર વાહન કંપની મારુતિ સુઝુકીમાં રોકાણ કરવાની ઉત્તમ તક છે. આ કંપનીનો સ્થાનિક બજારમાં તેનો હિસ્સો 43 ટકા છે. આ સ્ટૉકને 7900-8150ની રેન્જમાં ખરીદી કરવી જોઈએ કારણ કે ટાર્ગેટ કિંમત 9000-9650 નક્કી કરવામાં આવી છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે પેસેન્જર વાહનોની માંગમાં વધારો થવાથી કંપનીનો બિઝનેસ મજબૂત બનશે. કંપની દેવું મુક્ત છે અને નાણાકીય સ્થિતિ સારી છે.

Voltas target price :વોલ્ટાસ : ટાટા ગ્રુપના વોલ્ટાસ પર રોકાણ કરવાની સારી તક છે કારણ કે. આ એર કન્ડીશનીંગની મોટી કંપની છે. રૂમ એર કન્ડીશનીંગમાં તેનો બજાર હિસ્સો 24.1 ટકા છે. આ સ્ટૉક પર રૂ. 745-780ની રેન્જમાં ખરીદી કરી શકો છો જેની ટાર્ગેટ પ્રાઈઝ. 930-1050 રૂપિયાની આપવામાં આવી છે. છેલ્લા આઠ મહિનાથી આ સ્ટૉકમાં સારું કરેક્શન જોવા મળી રહ્યું છે.

Exide Industries target price : એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ : એસિડ બેટરી બનાવતી કંપની એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ પાસે ખરીદીની સલાહ છે. રિપ્લેસમેન્ટ માર્કેટમાંથી સારી માંગ છે. કંપની લિથિયમ-આયર્ન બેટરીનું ઉત્પાદન કરવાની પણ યોજના ધરાવે છે. કંપનીની નાણાકીય સ્થિતિ સ્થિર છે અને ડિજિટલ હાજરી વધવાથી આવક મજબૂત થશે. આ સ્ટૉકને 165-175 રૂપિયાની રેન્જમાં ખરીદદવો જોઈએ કારણ કે તેનું ટારગેટ પ્રાઇઝ. 210-230 રૂપિયા છે.

V-Guard Industries target price: વી-ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ રોકાણની સલાહ છે. સૌથી ખાસ વાત એ છે કે નાણાકીય વર્ષ 22 માં ઇલેક્ટ્રિકલનો બિઝનેસ હિસ્સો 45.9 ટકા હતો. ઇલેક્ટ્રોનિક્સનો બિઝનેસ હિસ્સો 23.5 ટકા હતો અને ગ્રાહક સેગમેન્ટનો બિઝનેસ હિસ્સો 30.6 ટકા હતો. દક્ષિણ ભારતમાં તેની માર્કેટ હાજરી સારી છે. આગામી 2-3 વર્ષમાં, કંપની બિન-દક્ષિણ ભારતમાં વિતરણ નેટવર્કને મજબૂત કરવાની યોજના ધરાવે છે. 245-260 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. 305-330 રૂપિયાની ટાર્ગેટ પ્રાઈઝ નક્કી કરાવમાં આવી છે. કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લેવી આવશ્ય છે,

Birla Soft target price : બિરલા સોફ્ટ ટાર્ગેટ ભાવ : બિરલા સોફ્ટ પાસે ખરીદીની ભલામણ પણ છે. કંપની એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ્સ અને ક્લાઉડમાં મજબૂત બિઝનેસ ધરાવે છે. કંપની SAP, Oracle અને Salesforce જેવી કંપનીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. ઓર્ડર બુક સ્વસ્થ છે અને લાંબા ગાળાની વૃદ્ધિ મજબૂત દેખાય છે. આ સ્ટૉક પર રૂ. 265-280ની રેન્જમાં ખરીદીની ભલામણ છે. 330-370 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!