નિફટી અને સેન્સેક્સના તગડા ઉછાળા બાદ આ ચાર શેર રોકેટની ગતિએ ઉપર આવી શકે છે, જાણી લ્યો આ ચાર સ્ટોક વિશે…
હાલમાં જ શેરબજારમાં (Stock market) દિવસેને દિવસે તેજી જોવા મળી રહી છે, ત્યારે હાલમાં જ નિફ્ટી અને સેન્સેક્સે આજે ઘણોફેરફાર જોવા મળ્યો છે. વાત જાણે એમ છે કે, RIL, Infosys, HDFC બેન્ક જેવી દિગ્ગજ કંપનીઓ બજારમાં તેજી ધરાવે છે. આ સાથે મિડકેપ ઈન્ડેક્સ (Midcapindex) પણ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આવા માર્કેટમાં કમાણી કરવા માટે શ્રેષ્ઠ સમય છે. હાલમાં ચાર સ્ટોક પર જો તમે રોકાણ કરશો તો તમારું નસીબ બદલાઈ શકે છે. ચાલો જાણીએ કે એક્સપર્ટે ક્યાં ચાર સ્ટોક વિષે વાત કરી છે.
પ્રશાંત સાવંત ” બ્રિટાનિયા ” (Britannia)સ્ટોક અંગે જણાવ્યું કે જુલાઈની સમાપ્તિ સાથે 5100 સ્ટ્રાઈક કોલ ખરીદવાથી સારું વળતર મળી શકે છે. તેમાં 95 રૂપિયાના સ્તરે ખરીદવું જોઈએ જેમાં માં રૂ.25/140નો ટાર્ગેટ જોવા મળી શકે છે. આ સાથે રૂ.54નો સ્ટોપલોસ પણ રાખવો જોઈએ.
સચિતાનંદ ઉત્તેકર ડૉ.રેડ્ડીઝ (Dr.raddiz) અંગે સલાહ આપતા કહ્યું છે કે. રેડ્ડીઝમાં રૂ. 5260ના સ્તરની નજીક ખરીદી કરી શકો છો.જેમાં ભવિષ્યમાં રૂ.5385નો લક્ષ્યાંક જોવા મળી શકે છે. તેમાં રૂ.5205નો સ્ટોપલોસ મૂકો.
રાજેશ સાતપુતેએ વોલ્ટાસ (waltas)પર ખરીદી કરવાનું સૂચવ્યું છે,રૂ. 786ના સ્તરે વોલ્ટાસ ખરીદો, જેમાં 810 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે.આ સ્ટોકમાં રૂ.775નો સ્ટોપલોસ રાખાવો.
સંજીવ હોતા પાસે મિડકેપ સેગમેન્ટમાંથી બલરામપુર ચીનીનો સ્ટોક (chini stok) પિક છે. તેમણે કહ્યું કે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી બલરામપુર ચીનીનો સ્ટોક 383 રૂપિયાના સ્તરે ખરીદવો જોઈએ. જો તે ચાલુ રહે તો લાંબા ગાળા માટે રૂ.475નો લક્ષ્યાંક જોવા મળી શકે છે. હાલમાં તો આ ચાર સ્ટોક પર સૌ કોઈની નજર રહી છે કારણ કે આ ચાર સ્ટોક જ રોકેટની ગતિએ ઉપર આવી શકે છે,