શ્રી રામ મંદિરના ભવ્ય અને દિવ્ય સુવર્ણ જડિત દ્વારની આ ખાસ તસવીરો આવી સામે! જુઓ, આ ખાસ તસવીરો
શ્રી રામ આગમનના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સૌ ભક્તોની આતુરતા ખૂબ જ વધી રહી છે અને શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભાવિ ભક્તો માટે દિવ્ય મંદિર ની પળેપળની ખબર શેર કરવામાં આવી રહી છે. હાલમાં જ મંદીરની બહાર ની પ્રતિમાઓ શેર કરવામાં આવી હતી અને હવે હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, શ્રી રામ મંદીરના ગર્ભ ગૃહના સુવર્ણ દ્વાર તૈયાર થઈ ગયા છે.
આ સુવર્ણ દ્વારના દર્શન કરીને તમે પણ દિવ્યતા અનુભવશો. અયોધ્યામાં બની રહેલા રામલલ્લા મંદિરના “સુવર્ણ દરવાજા”ની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજો લગભગ 12 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે. આગામી ત્રણ દિવસમાં વધુ 13 દરવાજા લગાવવામાં આવશે.
આ દરવાજા ગર્ભગૃહના ઉપરના માળે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ગર્ભગૃહમાં એક જ દરવાજો હશે.તેના દરવાજાની ચોકઠાની ઉપર ભગવાન વિષ્ણુનું સૂતેલા મુદ્રામાંનું ચિત્ર કોતરવામાં આવ્યું છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે, જેમાંથી 42 પર 100 કિલો સોનાથી મઢાડવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રામ મંદિરના પવિત્રા પહેલા યુપી સરકારે 22 જાન્યુઆરીએ રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે. તેમજ યુપીમાં 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો બંધ રહેશે. સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ‘રાષ્ટ્રીય તહેવાર’ ગણાવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.