Viral video

આ બે બાપાએ તો ઘડપણને જવાનીમાં બદલી નાંખી હો!એવી રીતે ગરબા રમ્યા કે જુવાનો પણ પાછા પડે, જુઓ વિડીયો….

આ જગતમાં જો એક ખરો મિત્ર મળી જાય તો જીવન ખરેખર સફળ થઈ જાય છે. આ સંસાર એ દરિયા જેવો ખારો ભલે હોય પરંતુ કિનારે બેસનારને દરિયાની ખારાશ નહીં પણ એના ઘૂઘવાટા અને મોજાની લહેર માણવી ગમે છે બસ એજ રીતે આપણો સંસાર આપણને ખારો ભલે લાગે પણ જીવનને એવી રીતે જીવી લેવાનું કે આપણી પાસે કોઈ આવે અથવા આપણે કોઈના જીવનમાં ભાગીદાર બનીએ તો એ વ્યક્તિને આપણી ખારાશ નહીં પણ મોજાની મહેક અડવી જોઈએ.

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે ભાઈબંધો ઘડપણને ઉંબરે હોવા છતાં પણ મોજથી મણિયારો કરી રહ્યા છે. મણિયારો એ એક પારંપરિક નૃત્ય છે જે મૂળ ઘેડ પંથકમાં વધુ વખણાય છે. ગરબાની જેમ આ નૃત્ય મોટાભાગે મહેર, આહીર, માલધારીઓ અને ભરવાડ લોકો ખૂબ ન કરે છે..

આ વાયરલ વીડિયોમાં એક ખૂબ જ સરસ વાત પણ લખેલ છે. વિડીયોમાં લખ્યુ છે કે અવસ્થાનો થાક પણ આપો આપ ઉતરી જાય છે, જ્યારે જુના મિત્રો મળી જાય. ટુંકમાં કહીએ તો ભેરુ ભેળો હોયને તો આ ભવસાગર પણ તરી જવાય. આ ઉંમરે પણ આટલી સ્ફૂર્તિ સાથે ગરબા કરવા એ ખૂબ જ મોટી વાત કહેવાય કારણ કે આજના સમયમાં યુવાનો પણ આટલા ઉત્સાહ સાથે ગરબા ન રમી શકે.

ખરેખર આપણી જૂની પેઢીઓ થકી જ આપણી સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહેશે. આ બંને મિત્રો જે રીતે મોજ માણી રહ્યા છે એ પરથી એ વાત તો ચોક્કસ કહી શકાય કે તમે ભલે ઘરડા થઈ જાઓ પરંતુ તમારી અંદર રહેલ મોજ અને શોખની ક્યારેય કોઈ ઉંમર હોતી જ નથી બસ મન કરે ત્યારે મોજ તો જીવનમાં રોજ હોય છે. દરિયો ક્યારેય મોજા મારવાનું નથી ભૂલતો એવી જ રીતે આપણે જીવનમાં દરેક પળે મોજ માણી લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!