રાજકોટમાં રડાવી દે તેઓ કિસ્સો બન્યો! માતાએ પોતાની દીકરીને એસીડ પીવડાવી મોતને વ્હાલું કર્યું, દીકરીની હાલત…જાણો પૂરી ઘટના…
આ જગતમાં માંથી મોટું કોઈ નથી પરંતુ હાલમાં એક એવી દુઃખદ ઘટના બની કે જાણીને તમે પણ કહેશો કે એક માં આવું કઈ રીતે કરી શકે છે? આ જગતમાં અનેક એવા આપણે દાખલાઓ જોયા છે કે લોકો સંતાન સુખ માટે ઝંખે છે અને અનેક માનતાઓ માને છે પરંતુ છતાંએ સંતાન સુખ નથી પ્રાપ્ત થતું, ત્યારે જેને ભગવાને આ સુખ આપ્યું હોય છે તે એવું પગલું ભરે છે કે, આપણું પણ કાળજું કંપી જાય. નમસ્તે ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ઉપલેટાના ભીમોરા ગામમાં એક સગી માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવી મોતના મુખમાં ધકેલી દીધી અને પોતે પણ મોતને વ્હાલું કર્યું.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી અમે આપને જણાવીએ. આ ઘટનાના ફરિયાદીના જણાવ્યા અનુસાર. મૃતક મનીષા બહેનના લગ્ન આજથી 2 વર્ષ પહેલા થયા હતા અને તેમને સંતાનમાં એક દીકરી છે, જેની ઉંમર 9 માસની છે. આ દુઃખદ ઘટના જ્યારે બની જ્યારે મૃતક મનીષાબહેનના પતિ, સાસુમાં અને દિયર વાડીયે ખેતીકામ કરતા હતા.સૌથી ચોંકાવનાર વાત એ છે કે, મૃતક મનીષા બહેને તેમના પતિને ફોન કરીને કહ્યું કે, મેં એસિડ પી લીધું છે, તમે ઘરે આવો.
જેથી તાત્કાલિક જ ઘરે ગયા જ્યાં, પત્ની અને દીકરીની હાલત ગંભીર જણાતા તાત્કાલિક જ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનીષા બહેનનું મોત થયું હતું અને દીકરીની હાલત હાલમાં ગંભીર છે. આ દુઃખદ ઘટનાને કારણે મૃતક મનીષના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, મારી પત્નીએ એસિડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે મરણ ગયેલ છે.પોલીસે મહિલાના મૃતદેહનું પીએમ કરાવ્યું હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. કારણ કે આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.