બોલો જય શ્રી રામ ! કડકડતી ઠંડીમાં આ 10 વર્ષનો આ બાળક સ્કેટિંગ દ્વારા 700 કિમિ અંતર કાપી પોંહચશે અયોધ્યા, કોણ છે આ બાળક ?જાણો
મિત્રો આપ સૌ કોઈ જાણતા જ હશો કે આવનારી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એવામાં દેશના ખૂણે ખૂણે આ પાવન અવસરને વધાવામાં આવી રહ્યો છે જ્યારે લોકોમાં પણ ભગવાન શ્રી રામની આ પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવને લઈને ભારે ઉત્સુખતા જોવા મળી રહી છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક 10 વર્ષના બાળક વિશે જણાવાના છીએ જે સ્કેટિંગ કરીને અયોધ્યા પોંહચવાનો છે તો ચાલો આ બાળક કોણ છે તેના વિશે જાણીએ.
આ બાળકનું નામ હિમાંશુ સૈની છે જે રાજસ્થાનના કોટપુતલીનો રહેવાસી છે અને હાલ ફક્ત 7માં ધોરણમાં ભણી રહ્યો છે, 10 વર્ષનો હિમાંશુ સ્કેટિંગ કરતા કરતા જ અયોધ્યા સુધીની સફર કાપવા માટે નીકળી પડ્યો છે, હાલ હિમાંશુ આખા દેશમાં ભારે ચર્ચિત થઇ ગયો છે કારણ કે ફક્ત 10 વર્ષની ઉંમરમાં આટલો મોટો સંકલ્પ લેવો તે ખુબ જ મોટી વાત કહેવાય પરંતુ કહેવાય છેને કે ભગવાનની ભક્તિ તમારા માટે દરેક વસ્તુ સરળ બનાવી દેતી હોય છે.
હિમાંશુ સૈની રાજસ્થાનથી અયોધ્યા સુધી સ્કેટિંગ કરીને પોંહચશે, જો અંદાજો લગાવામાં આવે તો રાજસ્થાનથી અયોધ્યા સુધીનું અંતર 70 કિલોમીટર જેટલું છે, તો ફક્ત 10 વર્ષીય હિમાંશુ સ્કેટિંગ કરીને 700 કિમિનું અંતર કાપીને રામ લલ્લાના દર્શને પોંહચશે,અનેક લોકો આવી રામભક્તિ બતાવી રહ્યા છે જેમાં કોઈ ચાલીને તો કોઈ સાઇલ દ્વારા તો કોઈક બાઈક સફર કરીને અયોધ્યા પોહચી રહયા છે.
હિમાંશુ સૈનીની આ ભક્તિની સફર વિશે જો વાત કરવામાં આવે તો હાલ તેણે સ્કેટિંગ કરીને જ 80 કિલોમીટરની સફર કરી લીધી છે, હિમાંશુ સાથે તેના પિતા અશોક સૈની અને તેનો ભાઈ ગરમ કપડાં સાથે કાર લઈને સાથે ચાલી રહ્યા છે તથા ખોરાકની પણ વ્યવસ્થા તેઓ કરી રહયા છે,મિત્રો આસાન નથી આવી સ્કેટિંગ દ્વારા સફર કરીને આટલા બધા કિલોમીટરનું અંતર કાપવું તો બોલો,જય શ્રી રામ.