આ ભાભાએ વેલનાથ બાપુએ બતાવેલ પરચા વિશે જણાવી દીધું!! પુરી કહાની સાંભળી તમે પણ બોલી ઉઠશો “જય વેલનાથ બાપુ… જુઓ
આપણે જાણીએ છે કે ગિરનાર પર્વત પર 33 કોટી દેવી દેવતાઓ બિરાજમાન છે, ત્યારે આ પાવન ધરામાં 2 બાવન વીર 64 ચોષઠ જોગણી 9 નવનાથ 84 ચોરયાસી સિધ્ધ થઇ ગયા. ખરેખર ગિરનાર પર્વતનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. આજે હાલમાં અમે આપને ગિરનાર પર્વત પર બિરાજમાન વેલનાથ બાપૂનો અપાર મહિમા જણાવીશું.
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો ગામડાનો ટહુકા પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક વડીલ ગિરનાર પર્વત અને વેલનાથ બાપુનો ઇતિહાસ પોતાના સ્વમુખે જણાવી રહ્યા છે, ખરેખર જૂની વાતો તો વડીલો પાસે બેસીએ તો જ સાંભળવા મળે છે.
આજના સમયમાં ભલે આપણે ગુગલ કરીને બધું જાણીએ લઈએ છીએ પરંતુ જો તમારે જૂનો ઇતિહાસ અને પૌરાણિક અને લોક કથા વિષે સાંભળવું હોય તો ગામના વડીલો પાસેથી સાંભળશો તો તમને પણ સમજાશે કે પહેલાનો જમાનો કેવો હતો અને તેનું શું મહત્વ હતું, વિડિઓમાં જે દાદા ગિરનારની વાતો કરી રહ્યા છે તે તે વાતો લોકવાયકાની છે.
આ દાદા કહે છે કે, ગિરનારનો ઇતિહાસ તો વરસો જૂનો છે, મોટા મોટાસાધુ થઈ ગયા. ખારસીયા ગામના કોળી ભગત વેલનાથ બાપુ રાત્રે ભજનમાં જતા અને દિવસે કામ પર જતા તો સુતા રહેતા અને આ કારણે ગામના લોકોએ શેઠને કહ્યું કે તમારા સાતી છે એ કામ નથી કરતા અને સુતા રહે છે. આ વાત ની ખરાઈ કરવા માટે શેઠ વાડીએ જાય છે, ત્યાં જઈએને જુએ છે તો કોદાળી એકલી કામ કરે છે અને વેલનાથ ભગત સુતા હતા.
શેઠ એ વેલનાથ ભગતને ઉઠાવ્યા તો કોદાળી પણ બંધ થઇ ગઈ અને શેઠને વિશ્વાસ આવ્યો કે આ ભગતની ભક્તિ છે પરંતુ વેલનાથ ભગત પર શંકા કરી એટલે વેલનાથ ભગત કામ છોડીને ચાલ્યા ગયા અને આખરે ભક્તિના માર્ગે ગિરનાર સિધાવ્યા અને ત્યાં જ વસી ગયા. તેમના કુટુંબને વચન આપ્યું કે તમારી ત્રણ પેઢીએ ગાડાને જોતલ નહીં દો તો પણ જોતલ વગર ગાડું ચાલશે. ખરેખર વેલનાથ બાપુ ગિરનારના મહાન અને સિદ્ધ સંત છે જેમની કૃપા આજે પણ લોકો પર અપાર વરસે છે.આ ઇતિહાસ વિશે ગુજરાતી અખબાર પુષ્ટિ નથી કરતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.